Asia Cup-2023, India VS Pakistan: મેચ પહેલા જ પાકિસ્તાની ખેલાડીઓમાં જોવા મળ્યો ફફડાટ- આ ભારતીય એકલા હાથે જીતાડી શકે છે મેચ

Pakistani players fear Virat Kohli: વિરાટ કોહલીએ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે શાનદાર ઇનિંગ રમીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. વિરાટની…

Pakistani players fear Virat Kohli: વિરાટ કોહલીએ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે શાનદાર ઇનિંગ રમીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. વિરાટની આ ઇનિંગ ત્યારે આવી જ્યારે પાકિસ્તાનની ટીમ જીત તરફ આગળ વધી રહી હતી. તેની જીત નિશ્ચિત માનવામાં આવી રહી હતી, પરંતુ વિરાટનું બેટ એવું હતું કે, પાકિસ્તાનનું જોરદાર બોલિંગ આક્રમણ જોતું રહ્યું અને ભારત જીતી ગયું.(Pakistani players fear Virat Kohli) આ ઇનિંગની યાદો આજે પણ પાકિસ્તાનના વાઇસ કેપ્ટન શાદાબ ખાનના મગજમાં છે અને એશિયા કપ-2023માં ભારત-પાકિસ્તાન મેચ પહેલા તેણે વિરાટ વિશે એક મોટી વાત કહી છે.

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે મેચ રમાવાની છે. જ્યારે પણ આ બંને ટીમો વચ્ચે મેચ થાય છે ત્યારે આખી દુનિયાની નજર તેના પર હોય છે. દરેકની નજર આ મેચ પર ટકેલી છે. એશિયા કપમાં પણ આવી જ સ્થિતિ છે. આ વખતે આ ટુર્નામેન્ટમાં આ બંને ટીમો ત્રણ વખત ટકરાશે.

‘કોહલીને હરાવવા માટે રણનીતિ બનાવવી પડશે’
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચમાં કોહલી આકર્ષણનું કેન્દ્ર બનશે.પાકિસ્તાનની ટીમ ઝડપથી તેની વિકેટ લેવા માંગશે અને તેના માટે ટીમના બોલરો સખત મહેનત કરશે. સ્ટાર સ્પોર્ટ્સ પર વાત કરતી વખતે શાદાબે કહ્યું કે, ‘કોહલી વર્લ્ડ ક્લાસ પ્લેયર છે અને ટીમોએ તેનો સામનો કરવા માટે રણનીતિ બનાવવી પડશે.’ ટી-20 વર્લ્ડ કપ-2022માં કોહલીની ઈનિંગ્સને યાદ કરતા શાદાબે કહ્યું કે, ‘કોહલીએ ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં જે પ્રકારની ઈનિંગ્સ રમી હતી, તે પરિસ્થિતિમાં દુનિયાનો કોઈ અન્ય બેટ્સમેન પાકિસ્તાનના આક્રમણ બોલિંગ સામે રમી શકતા નથી.’

તમે ગમે ત્યારે આવી ઇનિંગ્સ રમી શકે છે…: શાદાબ
કોહલીએ 53 બોલમાં અણનમ 82 રન ફટકારીને ભારતને તે મેચમાં ચાર વિકેટથી જીત અપાવી હતી. આ મેચમાં કોહલીએ 19મી ઓવરમાં હરિસ રઉફને તેના માથા પર સિક્સર ફટકારીને જે પ્રકારનો શોટ ફટકાર્યો હતો તે જોઈને દરેકને આશ્ચર્ય થયું હતું. શાદાબે આ ઈનિંગની જોરદાર પ્રશંસા કરી અને પોતાની ટીમને ચેતવણી આપી કે, કોહલી કોઈપણ પરિસ્થિતિમાં, કોઈપણ સમયે આવી ઈનિંગ્સ રમી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *