અમદાવાદમાં ખેલાયો ખૂની ખેલ: રક્ષાબંધનના દિવસે જ ભાઈની હત્યા થતા બહેને ગુમાવ્યો એકનો એક ભાઈ

Brother was killed on the day of Raksha Bandhan: રક્ષાબંધનના દિવસે એક બહેને પોતાનો લાડકવાયા ભાઈને ગુમાવી દીધો છે.આ ઘટના અમદાવાદના બહેરામપુરાની છે. ઘટના જાણે એમ છે કે અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં પડોશમાં રહેતા બે સગા ભાઈઓએ છરીના ઘા ઝીકી આ ભાઈની હત્યા કરી હતી.રક્ષાબંધનના(Brother was killed on the day of Raksha Bandhan) પર્વની ઉજવણી કરીને હિમાંશુ પરમાર પોતાની બહેન માટે ભાજીપાઉ લેવા નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં ધર્મેશ ચુનારા અને મહેન્દ્ર ચુનારાનો કોઈની સાથે ઝઘડો ચાલતો હતો.

મૃતક હિમાંશુ અને તેનો ભાઈ વિશાલ પરમાર ત્યાંથી નીકળ્યા ત્યારે આરોપીઓએ તેમની સાથે કોઈ કારણોસર ઝઘડો શરૂ કરી દીધો હતો. અને આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે બંન્ને ભાઈઓએ હિમાંશુને છરીના ઘા ઝીકીને તેની હત્યા કરી દીધી હતી.આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘરમાં ક્માંવનાર એકના એક દીકરાની હત્યા થઈ જતા પરિવાર નિરાધાર બની ગયો છે.અને પરિવારની માંગ એવી છે કે આરોપીઓને કડક સજા મળવી જોઈએ.

અગાઉનાં ઝઘડાની અદાવત રાખીને કરી હત્યા
બહેરામપુરામાં થયેલી હિમાંશુ પરમારની હત્યા કેસમાં પોલીસે બે સગા ભાઈ ધર્મેશ ચુનારા અને મહેન્દ્ર ચુનારાની ધરપકડ પણ કરી છે. આ ઘટનામાં બન્ને ભાઈઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. તપાસમાં સામે આવી રહ્યું છે કે મૃતક અને આરોપીઓ એકબીજાના મિત્રો જ હતા. 31 ડિસેમ્બરના દિવસે નવા વર્ષની ઉજવણી વખતે સિગરેટ પીવાને લઈને તેમની વચ્ચે ઝઘડો થયો હતો.

પરંતુ કોઈ ફરિયાદ નોંધાઇ ન હતી. ત્યાર પછીથી તેઓમાં દુશ્મનાવટ શરૂ થઈ ગયી હતી. અને તેઓ એકબીજા સાથે સંપર્ક બંધ કરી દીધા હતા. રક્ષાબંધનના દિવસે પણ આરોપીઓએ અગાઉના ઝઘડાની અદાવત રાખીને ફરી ઝઘડો કરીને હિમાંશુની હત્યા કરી દીધી. કાગડાપીઠ પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ પણ કરી છે.

આરોપીઓના ગુનાહિત ઇતિહાસને લઈને તપાસ શરૂ
પોલીસે હત્યા કેસમાં પકડાયેલ આરોપીઓના કોઈ ગુનાહિત ઇતિહાસને લઈને તપાસ શરૂ કરી છે. આ હત્યા પાછળ અગાઉના ઝઘડાની અદાવત જ છે કે અન્ય કોઈ કારણ છે તે મુદ્દે પૂછપરછ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *