દુબઈથી એવું તો શું લાવ્યો શાહરૂખ ખાન, કે કસ્ટમ વિભાગે અટકાયત કરી ફટકાર્યો લાખોનો દંડ

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan) ને મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સે અટકાવ્યો હતો. એરપોર્ટ પર તૈનાત એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)ના સૂત્રોએ જણાવ્યું કે શાહરૂખ…

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan) ને મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સે અટકાવ્યો હતો. એરપોર્ટ પર તૈનાત એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)ના સૂત્રોએ જણાવ્યું કે શાહરૂખ શુક્રવારે રાત્રે શારજાહથી પરત ફર્યો હતો. તેની પાસે મોંઘી ઘડિયાળો અને તેના કવર હતા, જેની કિંમત 18 લાખ રૂપિયા હતી. આ ઘડિયાળો માટે શાહરૂખે રૂ. 6.83 લાખની કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડી હતી.

શાહરૂખ ખાન શુક્રવારે રાત્રે લગભગ 12.30 વાગ્યે ખાનગી ચાર્ટર્ડ પ્લેન દ્વારા મુંબઈ પહોંચ્યો હતો. શાહરૂખ ખાન અને તેની ટીમ સવારે લગભગ 1 વાગ્યે અહીં T-3 ટર્મિનલ પર રેડ ચેનલ ક્રોસ કરતી વખતે કસ્ટમ દ્વારા અટકાવવામાં આવી હતી. તેની બેગમાં Babun & Zurbk ઘડિયાળની તપાસ કરતાં Rolex ઘડિયાળના 6 બોક્સ, Spirit બ્રાન્ડની ઘડિયાળ, એપલ સિરીઝની ઘડિયાળો મળી આવી હતી. આ સાથે ઘડિયાળના ખાલી બોક્સ પણ મળી આવ્યા હતા.

શાહરૂખ ચાલ્યો ગયો, બોડીગાર્ડે ભર્યો દંડ
શાહરૂખ અને તેની મેનેજર પૂજા દદલાનીને એરપોર્ટ પર એક કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ જવા દેવામાં આવ્યા હતા, પરંતુ શાહરૂખના બોડીગાર્ડ રવિ અને ટીમના બાકીના સભ્યોની અટકાયત કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, શાહરૂખના બોડીગાર્ડ રવિએ 6 લાખ 87 હજાર રૂપિયાની કસ્ટમ ડ્યુટી ચૂકવી હતી.

કસ્ટમ પ્રક્રિયા પૂર્ણ કરવામાં શનિવારે સવાર સુધીનો સમય લાગ્યો હતો. કસ્ટમ અધિકારીઓએ સવારે લગભગ 8 વાગ્યે પ્રક્રિયા પૂરી થયા પછી જ રવિને છોડ્યો હતો. ઘણા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દંડની રકમ શાહરૂખના ક્રેડિટ કાર્ડથી જ ચૂકવવામાં આવી છે.

કિંગ ખાન બુક લોન્ચિંગ માટે દુબઈ ગયો હતો
શાહરૂખ 11 નવેમ્બરે UAEના એક્સ્પો સેન્ટર પહોંચ્યો હતો. ત્યાં તેમને શારજાહ ઈન્ટરનેશનલ બુક ફેર 2022ની 41મી આવૃત્તિમાં ભાગ લેવા બદલ ગ્લોબલ આઈકોન ઓફ સિનેમા એન્ડ કલ્ચરલ નેરેટિવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઈવેન્ટમાં હાજરી આપવા માટે શાહરૂખ પોતાની ટીમને પ્રાઈવેટ ચાર્ટર્ડ પ્લેનમાંથી પણ લઈ ગયો હતો. આ પ્લેન દ્વારા તેઓ શુક્રવારે મોડી રાત્રે 12.30 વાગ્યે મુંબઈ પરત ફર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *