ભારે વિરોધ વચ્ચે શાહરૂખની Pathaan એ તોડ્યો KGF 2 નો રેકોર્ડ, રીલીઝ પહેલા જ મચાવી દીધી ધૂમ

શાહરૂખ ખાન (Shah Rukh Khan) 4 વર્ષથી વધુ સમય બાદ સિનેમાઘરોમાં હીરોની ભૂમિકામાં જોવા માટે તૈયાર છે. તેની કમબેક ફિલ્મ ‘પઠાણ, Pathaan’ 25 જાન્યુઆરીએ રિલીઝ…

શાહરૂખ ખાન (Shah Rukh Khan) 4 વર્ષથી વધુ સમય બાદ સિનેમાઘરોમાં હીરોની ભૂમિકામાં જોવા માટે તૈયાર છે. તેની કમબેક ફિલ્મ ‘પઠાણ, Pathaan’ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું પહેલું ટીઝર નવેમ્બરમાં આવ્યું હતું, જેમાં શાહરૂખનો એક્શન અવતાર જોઈને લોકો પાગલ થઈ ગયા હતા. જાન્યુઆરીની શરૂઆતમાં ફિલ્મનું ટ્રેલર આવ્યું હતું જેમાં શાહરૂખની સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમનો એક્શન અવતાર પણ પસંદ કરવામાં આવી રહ્યો છે.

ભારતમાં ‘Pathaan’ નું એડવાન્સ બુકિંગ હજુ શરૂ થયું નથી. પરંતુ વિદેશમાં ફિલ્મનું લિમિટેડ બુકિંગ ચાલુ છે અને બુકિંગના આંકડા એ સંકેત આપી રહ્યા છે કે ‘પઠાણ’નું ઓપનિંગ જોરશોરથી થશે. શાહરૂખ ખાનને ભારતીય સિનેમાનો સૌથી લોકપ્રિય આંતરરાષ્ટ્રીય ચહેરો કહેવામાં આવે છે. વિદેશમાં ‘પઠાણ’ના એડવાન્સ બુકિંગના આંકડાઓ જોતા તમે સમજી શકશો કે તેને આવું કેમ કહેવામાં આવે છે.

KGF 2 નો રેકોર્ડ તોડ્યો
અહેવાલો અનુસાર, રોકિંગ સ્ટાર યશની ફિલ્મ KGF ચેપ્ટર 2 એ જર્મનીમાં 144 હજાર યુરો (1.2 કરોડ રૂપિયા)નો બિઝનેસ કર્યો હતો. જ્યારે ગયા વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંની એક ‘પોનીયિન સેલવાન-1’ (PS-1) એ જર્મનીમાં 155 હજાર યુરો (લગભગ 1.36 કરોડ રૂપિયા)નો બિઝનેસ કર્યો હતો. ‘પઠાણ’ના એડવાન્સ બુકિંગના અહેવાલો જણાવે છે કે શાહરૂખની ફિલ્મ એડવાન્સ બુકિંગથી જ જર્મનીમાં 150 હજાર યુરો (1.32 કરોડ રૂપિયા) સુધી પહોંચી ગઈ છે.

‘Pathaan’ ની રિલીઝને હજુ 10 દિવસ બાકી છે ત્યારે આ સ્થિતિ છે. એટલે કે, ‘પઠાણ’નું એડવાન્સ બુકિંગ જર્મનીમાં KGF 2 ના લાઈફટાઇમ કલેક્શન કરતાં પણ વધારે થઈ ગયું છે. શાહરૂખની પોતાની ફિલ્મ ‘દિલવાલે’ (2016) એ જર્મનીમાં પહેલા વીકએન્ડમાં લગભગ 143 હજાર યુરો (લગભગ 1.25 કરોડ રૂપિયા)નો બિઝનેસ કર્યો હતો. એટલે કે જર્મનીમાં શાહરૂખ પોતાના જ અગાઉના રેકોર્ડ કરતાં ઘણો આગળ જવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *