આ સમાચાર સાંભળીને Pathaan ફિલ્મના વિરોધીઓને આવી જશે હાર્ટ એટેક

Pathaan Advance Booking: હિન્દી સિનેમાના સુપરસ્ટાર શાહરૂખ ખાન(Shah Rukh Khan)ના ચાહકો દુનિયાભરમાં રહેલા છે. આ દિવસોમાં દરેક લોકો શાહરૂખની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પઠાણ'(Pathaan)ની આતુરતાથી રાહ…

Pathaan Advance Booking: હિન્દી સિનેમાના સુપરસ્ટાર શાહરૂખ ખાન(Shah Rukh Khan)ના ચાહકો દુનિયાભરમાં રહેલા છે. આ દિવસોમાં દરેક લોકો શાહરૂખની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પઠાણ'(Pathaan)ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 25 જાન્યુઆરીએ રિલીઝ થનારી ‘પઠાણ’ની ટિકિટનું એડવાન્સ બુકિંગ ભારતમાં ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. એટલું જ નહીં, વિદેશમાં ‘પઠાણ’ ટિકિટનું એડવાન્સ બુકિંગ ખુબ જ ઝડપથી થઈ રહ્યું છે. જેના આંકડા જાણીને તમે ચોક્કસ ચોંકી જશો.

વિદેશમાં ‘પઠાણ’નું એડવાન્સ બુકિંગ શરુ
શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ના ટ્રેલરે બધાનું દિલ જીતી લીધું છે. આ જ કારણ છે કે લોકો ‘પઠાણ’ માટે તલપાપડ બન્યા છે. દરમિયાન પિંકવિલાના અહેવાલમાં ખુલાસો થયો છે કે, ઓસ્ટ્રેલિયા, જર્મની અને યુએઈમાં શાહરૂખ ખાનની ‘પઠાણ’ માટે ટિકિટનું એડવાન્સ બુકિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે. હકીકતમાં, પહેલા દિવસે કિંગ ખાનના પઠાણને જોવા માટે લગભગ 4500 ટિકિટોનું એડવાન્સ બુકિંગ એકલા જર્મનીમાં થઈ ગયું છે.

આ વીકએન્ડ પર પઠાણને એન્જોય કરવા માટે જર્મનીમાં લગભગ 9000 ટિકિટ એડવાન્સ બુક કરવામાં આવી છે. આ સિવાય ઓસ્ટ્રેલિયામાં શાહરૂખના પઠાણ માટે 3000થી વધુ ટિકિટ એડવાન્સ બુક કરવામાં આવી છે. તે જ સમયે, UAE માં પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું છે, જ્યાં ‘પઠાણ’ની 3500 ટિકિટ રિલીઝ પહેલા જ વેચાઈ ગઈ છે.

‘પઠાણ’ની રાહ જોઈ રહ્યા છે ચાહકો
5 વર્ષની લાંબી રાહ બાદ શાહરૂખ ખાન ફિલ્મ ‘પઠાણ’ દ્વારા બોક્સ ઓફિસ પર કમબેક કરવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, બધા પઠાણની રાહ જોઈ રહ્યા છે. 25 જાન્યુઆરીએ ‘પઠાણ’નો જાદુ ચોક્કસપણે થિયેટરોમાં જોવા મળવાનો છે. ઉપરાંત, વિદેશમાં ટિકિટોના આ એડવાન્સ બુકિંગ પરથી સ્પષ્ટપણે અનુમાન લગાવી શકાય છે કે ‘પઠાણ’ ભારત સિવાય વિદેશમાં પણ શાનદાર કલેક્શન કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *