અમદાવાદ: છેલ્લા એકાદ કલાકથી અમદાવાદ (Ahmedabad) શહેર (City) ના વિસ્તારો (Area) માં ધોધમાર (Heavy rain) વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં આવેલ અનેકવિધ વિસ્તારોમાં વરસાદ વરસતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તેમજ ખાડા પણ માર્ગોમાં જોવા મળી રહ્યા છે.
શહેરના ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી, વસ્ત્રાલ, સીટીએમ, જશોદાનગર, ઘોડાસર, વટવા, ઈસનપુર,નારોલ, મણિનગર, રામોલ, હાથીજણ, ઓઢવ, રખિયાલ સહિત બાપુનગર વિસ્તારમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. વરસાદને લીધે CTM ચાર રસ્તા નજીકના જશોદાનગર તથા ઈસનપુર બ્રિજ સુધી છેલ્લા એક કલાકથી ભારે ટ્રાફિકજામ સર્જાયો છે.
કેટલાક વાહનોની ત્રણેક કિમી સુધીની લાંબી લાઈનો લાગી છે. આની ઉપરાંત મીઠાખળી અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ ચુક્યા છે. સી.જી રોડ પર પણ પાણી ભરાયા હોવાનાં દૃશ્યો જોવા મળી રહ્યા છે. છેલ્લા એકાદ દિવસથી ખાડા પડ્યા હોવાથી અકસ્માત પણ સર્જાઈ રહ્યા છે.
‘ગુલાબ’માંથી બનેલ ‘શાહીન’ આજે શક્તિશાળી બનશે:
‘ગુલાબ’માંથી ‘શાહીન’ બનેલ વાવાઝોડું આજે વધુ શક્તિશાળી બનશે. વાવાઝોડું પાકિસ્તાનમાં આવેલ મકરાણના કાંઠે ટકરાશે. આ દરમિયાન સૌથી વધુ શક્તિશાળી બનશે. વાવાઝોડું શક્તિશાળી થતાંની સાથે જ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી સંભાવના રહેલી છે.
જો કે, વાવાઝોડું ભારતના દરિયાકાંઠાથી થોડે દૂર હોવાથી નુકસાન પહોંચે એવી શક્યતા રહેલી નથી એમ છતાં ભારતીય હવામાન વિભાગ દ્વારા એલર્ટ જારી કરીને દરિયાકાંઠાનાં વિસ્તારમાં રહેતા લોકો તથા માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
માછીમારોને 2 ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવા સૂચના:
હવામાન વિભાગ જણાવે છે કે, અરબ સાગરમાં સર્જાયેલ ડિપ્રેશનની અસરને કારણે દરિયામાં કરંટ વધશે તેમજ કુલ 3.5 મીટર સુધીનાં મોજાં ઊછળી શકે છે. આવા સમયમાં ગુજરાત તથા મહારાષ્ટ્રના માછીમારોને 2 ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.
NDRFની 20માંથી 17 ટીમ ડિપ્લોઇ કરાઈ:
અતિભારે વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં NDRFની 20માંથી કુલ 17 તથા SDRFની 11માંથી 8 ટીમને ડિપ્લોઇ કરવામાં આવી છે. NDRFની 20 પૈકીની 17 ટીમ સુરત, વલસાડ, નવસારી, રાજકોટ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, પાટણ, મોરબી, દ્વારકા, પોરબંદર, ખેડા અને ગાંધીનગરમાં એક-એક ટીમ ડિપ્લોઇ કરી દેવામાં આવી છે.
રાજ્યના 251માંથી 59 તાલુકામાં 40 ઈંચ જયારે 129 તાલુકામાં 19.72થી 39.37 ઇંચ, 61 તાલુકામાં 9.88થી 19.68 ઈંચ વરસાદ નોંધાયો છે. ફક્ત 2 જ તાલુકા એવા છે કે, જ્યાં વરસાદ 4.69 ઈંચથી લઈને 9.84 વચ્ચે ખાબક્યો છે. સૌથી વધારે વરસાદ નોંધાયો હોય એવા જિલ્લામાં 90 ઈંચની સાથે વલસાડ મોખરે રહેલું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.