અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં તંત્ર દ્વારા સંતો અને સ્વયંસેવકોને મળી 150 ટેસ્ટ કર્યા હતા. જેમાંથી 28 સંત-સ્વયંસેવક પોઝિટિવ મળી આવ્યા હતા. તમામને તંત્ર એ કોવિડ કેર સેન્ટર તેમજ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.અમદાવાદમાં ગુરુવારે નવા 150 કેસ નોંધાવા સાથે 3 દર્દીના મૃત્યુ થયા હતા. જ્યારે નવા 28 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટ જાહેર કરવામાં આવ્યા હતા.
શહેરના ગુરૂકુળ વિસ્તારમાં આવેલી નવનીત એજ્યુકેશનની ઓફિસમાં પણ તંત્ર એ કરેલા 289 ટેસ્ટમાં 9 વ્યક્તિ પોઝિટિવ મળી આવ્યા હતા. તેમને પણ સારવાર માટે કોવિડ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે.
શહેરમાં તંત્ર દ્વારા મોટા પાયે કંન્સ્ટ્રકશન સાઇટોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 810 જેટલા મજૂરોની તપાસ કરાતા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 3 અને મધ્ય ઝોનમાં 2 મજૂરોનો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.
વેન્ટીલેટરની સારવારમાં લેટેસ્ટ તકનીક હાઇ ફ્લો નેઝલ થેરાપી યુનિટ વિષે સોલા સિવિલના એનેસ્થેસિયા વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. જે.સી. મકવાણા જણાવે છે કે દર્દી સભાન અવસ્થામાં હોય અને તેના શરીરમાં જ્યારે ઓક્સિજનની માત્રામાં સંતુલન ઓછું થતુ જણાય ત્યારે તેને આ નેઝલ થેરાપી યુનિટ પર રાખવામાં આવે છે. આ યુનિટમાં 75 લીટર હ્યુમિડીફાઇડ ઓક્સિજન પ્રતિ મીનીટ સુધી આપવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews