ભીષણ રોડ દુર્ઘટના: ટ્રકની ઝપેટમાં આવવાથી ચાર લોકોના કમકમાટી ભર્યા મોત, જાણો કયાની છે ઘટના

રાજસ્થાનના ગોગુંદા પિંડવાડા હાઈવે પર વેકરીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારની મોડી રાત્રે થયેલા એક્સિડન્ટમાં બે બાઇક સવાર સહિત ચાર લોકો નું મૃત્યુ થઈ ગયું હતું.…

રાજસ્થાનના ગોગુંદા પિંડવાડા હાઈવે પર વેકરીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારની મોડી રાત્રે થયેલા એક્સિડન્ટમાં બે બાઇક સવાર સહિત ચાર લોકો નું મૃત્યુ થઈ ગયું હતું. મૃત લોકોની ઉંમર ૧૭ અને ૧૮ વર્ષ છે. એટલે યુવાની વયમાં જ આ યુવાનોના મોત નીપજ્ય હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે, બાજરાથી ભરેલો ટ્રક પિંડવાડા થી ઉદયપુર તરફ પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો. તે સમયે જ મોટા પુલ પેટ્રોલ પંપ પાસે ટ્રક અનિયંત્રિત થઈ ગયો અને બે બાઇક સવારને ઝપેટમાં લેતાં પલટી ખાઈ ગયો હતો. અને આ ઘટનાને અંજામ આપી હતી. અને યુવાનોને પોતાના જીવ ગુમાવ્યા હતા.

દુર્ઘટના બાદ બાજરાથી ભરેલો ટ્રક આડો થઈ ગયો હતો. દુર્ઘટના બાદ બાજરી નીચે રોડ કિનારે ચાલી રહેલા બે કિશોર પણ દબાઈ ગયા હતા. આ ઘટનાની જાણકારી મળતાં ખાડીયા પોલીસ સ્ટેશનના સખારામ ગરાસીયા ઘટના સ્થળ પર પહોંચ્યા. પોલીસે ચાર લાશને હોસ્પિટલના મુર્દા ઘરમાં રાખી છે.

પોલીસે લાશની ઓળખ દશરથ ઉંમર વર્ષ 18, પ્રકાશ ઉંમર 17, છગન ઉંમર 18 અને ફૂલ ચંદ ઉમર વર્ષ 18ના રૂપમાં થઈ છે. પોલીસે આ દુર્ઘટનાની જાણકારી પરિવારજનોને આપી છે. પરિવારજનો આવ્યા ત્યારે પોલીસે પોસ્ટમોર્ટમ કરાવીને લાશને પરિવારજનોને સોંપી દીધી હતી. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી છે અને ટ્રકને જપ્ત કરી લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *