દેશમાં હજુ કોરોનાની મહામારીએ થોભવાનું નામ નથી લીધું ત્યાં વધી રહેલા મોંઘવારીના મારે હાહાકાર મચાવ્યો છે. દરરોજ વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ અને મોંઘા શાકભાજી અને ફળોને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
જયારે આવી સ્થિતિમાં છત્તીસગઢ સરકારમાં ત્રણ વખત મંત્રી રહેલા ભાજપના ધારાસભ્ય બ્રિજમોહન અગ્રવાલે વધી રહેલી મોંઘવારીને લઈને એક શરમજનક નિવેદન આપ્યું છે. બ્રિજમોહન અગ્રવાલે કહ્યું છે કે જેમને મોંઘવારી નડતી હોય અથવા તો સમસ્યા લાગી રહી હોય તે પોતે ખાવા પીવાનું છોડી દે અને પેટ્રોલ ભરાવવાનું પણ મૂકી દે.
એટલું જ નહિ બ્રિજમોહન અગ્રવાલે કોંગ્રેસને આડેહાથ લેતા કહ્યું કે હવે જો કોંગ્રેસને વોટ આપનારા અને કોંગ્રેસી એવું કરશે તો મોંઘવારી ઘટી જશે. બ્રિજમોહન અગ્રવાલના આ શરમજનક નિવેદન પર રાજ્ય કોંગ્રેસના પ્રવક્તા સુશીલ આનંદ શુક્લાએ ટ્વીટ કરી કહ્યુ જોયુ તમે આ ભાજપ ધારાસભ્યની બેશર્મી ભરેલી સલાહ અને શરમજનક નિવેદન. લોકો ખાવા પીવાનું બંધ કરી દે અને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ બંધ કરી દે એટલે મોંઘવારી ઓછી થઇ જશે.
देखिये भाजपा विधायक की बेशर्मी भरी सलाह जनता खाना पीना बन्द कर दे पेट्रोल डीजल का उपयोग बन्द कर दे मंहगाई कम हो जाएगी@narendramodi @bhupeshbaghel @INCChhattisgarh pic.twitter.com/gwZxDAWLsK
— Sushil Anand Shukla inc (@SushilAnandCG) June 3, 2021
કોંગ્રેસના પ્રવક્તા સુશીલ આનંદ શુક્લાએ કહ્યું કે બ્રિજમોહન અગ્રવાલનું આ શરમજનક નિવેદન બેશર્મીની પરાકાષ્ઠા દર્શાવે છે. તેમની અને સરકારની નાફખોરી ને કારણે લોકોના ઘરના ચુલા ઓલવાઈ રહ્યા છે તેવી પરિસ્થિતિ ઉત્પન થઇ છે. મોંઘવારીને કારણે દેશનો મધ્યમ અને ગરીબ વર્ગ ખુબ જ મુશ્કેલીમાં સપડાઈ ગયો છે અને હેરાન થઇ રહ્યો છે. સાથે આનંદ શુક્લાએ કહ્યુ કે બ્રિજમોહન અગ્રવાલ જેવા લોકો આ પ્રકારના શરમજનક અને બેશર્મ નિવેદન આપનારા લોકોના દાઝ્યા પર ડામ આપવા જેવી સ્થિતિ વણસી છે.
વાસ્તવિકમાં અગાઉ કોંગ્રેસના રાજ્ય અધ્યક્ષ મોહન મરકામે મોદી સરકારના 7 વર્ષ પુરા થવા બદલ તેમના પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસના રાજ્ય અધ્યક્ષ મોહન મરકામે કહ્યું હતું કે ગયા 7 વર્ષમાં મોંધવારીનો માર ખુબ જ વધી ગયો છે અને મોંઘવારી બે ગણાથી વધારે થઇ ચુકી છે. આ એક રાષ્ટ્રીય સંકટ કહી શકાય. કોરોનાની મહામારીને લીધે લોકોની આવકને અસર પહોચી છે અને ઘણી મુશ્કેલીઓ સર્જાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.