શનિદેવ દંડ નાયક અને ન્યાયના દેવ તરીકે પણ ઓળખાઈ છે. શનિદેવ વ્યક્તિના સારા અને ખરાબ બંને કાર્યોનું ફળ આપે છે. એવું કહેવમાં આવે છે કે શનિદેવ જયારે આશીર્વાદ આપે ત્યારે દુ:ખી પણ રાજા થઇ જાય છે. બીજી બાજુ જો શનિદેવ ની ખરાબ નજર તે વ્યક્તિ પર પડે તો તે વ્યક્તિ ને બરબાદ થવામાં જરા પણ સમય લાગતો નથી.
જ્યારે શનિ ક્રોધિત થાય છે ત્યારે વ્યક્તિના બધા કામમાં અવરોધ આવે છે. તિજોરીમાં સાચવેલા પૈસા ખાલી થઈ જાય છે. નોકરીમાં અવરોધ આવે છે, ધંધામાં નુકસાન થાય છે. જો તમારા જીવનમાં પણ આવી કંઈક ઘટનાઓ બની રહી છે તો, પીપળના આ ઉપાયોથી તમે શાનીદેવ ને પ્રસન્ન કરી શકો છો. જણાયું છે કે પીપળા વૃક્ષની પૂજા કરવાથી શનિદેવ ખુબ પ્રસન્ન થાય છે અને ભક્તો પર અઢળક આશીર્વાદ વરસાવે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કહેવાઈ છે કે, શનિશ્ચરી અમાવસ્યાનો દિવસ વ્યક્તિની કુંડળીમાં શનિના અશુભ પ્રભાવોને દૂર કરવામાં અને શનિ દોષથી મુક્તિ મેળવવા માટે નો ખૂબ જ ખાસ દિવસ છે. આ દિવસે સવારે અને સાંજે એમ બંને સમયે પીપળના વૃક્ષની પૂજા કરાવી તેમજ પીપળના વૃક્ષ ને દૂધ અથવા જળ અર્પણ કરવાથી પણ લાભ થશે.
દૂધ અથવા જળ અર્પણ કર્યા પછી પીપળના પાંચ પાંદડા લો અને તેના પર પાંચ પ્રકારની મીઠાઈઓ મૂકો. ત્યારબાદ મનમાં શનિદેવના નામનો જાપ કરતા રહો. ઘીનો દીવો પ્રગટાવો અને પીપળના ઝાડની ફરતે સાત વાર પ્રદક્ષિણા કરો. આમ, આ ઉપાય કરવાથી વ્યક્તિને શનિ દોષ અને પિતૃ દોષથી મુક્તિ મળે છે સાથે શનિની અશુભતા પણ દૂર થઈ જાય છે
શનિશ્ચરી અમાવસ્યાના દિવસે પિતૃઓનું સ્મરણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.અને પોતાના વંશજોને આશીર્વાદ આપે છે. આ ઉપાય પિતૃ દોષ અને શનિ દોષના અશુભ પ્રભાવથી છુટકારો મેળવવા મદદ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.