CCTV માં કેદ થયું ધ્રુજાવી દેતું મોત… છઠ્ઠા માળેથી નીચે પડ્યો NEETનો વિદ્યાર્થી

કોટામા રેહતા એક વિદ્યાર્થીનું છઠ્ઠા માળેથી પડી જવાથી તેનું મૃત્યુ થઈ ગયું છે. વિદ્યાર્થી પોતાના મિત્રો સાથે ગલેરીમાં બેઠો હતો, જ્યારે તે રૂમમાં જવા ગયો ત્યારે તેનું બેલેન્સ ગયું અને ગલેરીની જાળી તૂટતાં તે નીચે પડી ગયો હતો. પોલીસ અધિકારી અમર સિંહે જણાવ્યું કે, મૃતક ઇશાંશુ ભટ્ટાચાર્ય (ઉમર 20 વર્ષ) ધુપગુરી,પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. તે કોટાના જવાહર નગર વિસ્તારમાં રહીને નીટની તૈયારી કરી રહ્યો હતો. બોડીને મહારાવ ભીમસિંહ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં રાખવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ ગઈ છે.

અમર સિંહના જણાવ્યા મુજબ, ઈશાંશુ વાત્સલ્ય રેસિડેન્સી નામની હોસ્ટેલના છઠ્ઠા માળે રહે છે. ગત વર્ષે ઓગસ્ટ 2022માં હોસ્ટેલમાં રહેવા આવ્યો હતો. ગુરુવારે રાત્રે 11:15 વાગ્યે તે તેના ત્રણ મિત્રો સાથે ગલેરીમાં બેસીને વાતો કરી રહ્યો હતો. થોડીકવાર બેસની ચારેય મિત્રો ઉભા થયા અને રૂમમાં જવા લાગ્યા. આ દરમિયાન ઈશાંશુ ઊભો થયો અને ચપ્પલ પહેરવા લાગ્યો ત્યારબાદ તેનું બેલેન્સ વિખાયું અને ગલેરીની જાળી તૂટતાં તે નીચે પડી ગયો હતો. CCTV માં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે કેવી રીતે આ યુવક જાળી તૂટતા નીચે ખાબકે છે.

આ ઘટનાની માહિતી મળતા અન્ય વિદ્યાર્થીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વિદ્યાર્થીને તલવંડીની પ્રાઈવટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આટલી બધી ઊંચાઈએથી પડવાને કારણે વિદ્યાર્થીના મોઢાનો ભાગ ચુંદાઈ ગયો હતો. પોલીસે તેના પરિવારના લોકોને જાણ કરી દીધી છે. તેમના આવ્યા બાદ બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

આ ઘટના 10 માળની હોસ્ટેલમાં બની છે. દરેક માળની ગલેરીમાં એલ્યુમિનિયમની જાળીઓ લગાવવામાં આવી છે. તેની સાથે જ, બાલ્કનીમાં બેસવા માટે થોડકી ખુલ્લી જગ્યા પણ છે. હોસ્ટેલ સંચાલકોએ અહીં ખૂબ જ ઓછી જગ્યા  આપી છે. જાળીઓ પણ નબળી પડી ગઈ છે. એવામાં તેના તૂટીને પડી જવાનો ડર રહે છે. આ બેદરકારીએ એક માસુમની જિંદગી કાયમ માટે છીનવી લીધી.

તેનો મિત્ર અભિષેકે જણાવે છે કે, અમે લોકો ત્યાં બેસીને મોબાઈલમાં ગેમ રમી રહ્યા હતાં. ગેમ પૂરી થયા ગયા પછી અમે એકબીજા સાથે વાતો કરી રહ્યા હતાં. તે પછી અમે રૂમમાં જવા માટે ઊભા થયાં. અમે ગલેરીમાંથી દરવાજા તરફ આવી ગયાં. આ દરમિયાન ઇશાંશુ અચાનક નીચે પડ્યો. મેં બૂમો પાડી અને હું પણ નીચે ગયો. હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓ પણ નીચે આવી ગયાં. ઇશાંશુના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું. આમાં કોની ભૂલ છે એ અંગે હું શું કહું. અમારો તો મિત્ર જતો રહ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *