ઘરમાં હંમેશા રાખો આ 5 વસ્તુઓ, ક્યારેય નહીં પડે શનિની સાડાસાતીનો દુષ્પ્રભાવ

Shani Dev: જ્યોતિષશાસ્ત્રમાં શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. જો શનિદેવની નજર તેમના પર પડે અથવા કોઈ કારણસર શનિદેવ ગુસ્સે થઈ જાય તો તેમનો ખરાબ સમય શરૂ થાય છે અને તેમના જીવનમાં ઘણી પરેશાનીઓ આવે છે.પરંતુ જેના પર શનિની (Shani Dev) કૃપા હોય તેના જીવનમાં ધન, કીર્તિ, સફળતા અને સુખ-શાંતિની કમી નથી હોતી. તેથી દરેક વ્યક્તિ શનિદેવને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા ઈચ્છે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેને જો ઘરમાં રાખવામાં આવે તો શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમની નજર આવા ઘરો અને પરિવારો પર નથી પડતી. ચાલો જાણીએ આ વસ્તુઓ વિશે.

હનુમાનજીનું ચિત્રઃ શનિદેવે હનુમાનજીને વચન આપ્યું છે કે તેઓ હનુમાનજીના ભક્તોને ક્યારેય પરેશાન નહીં કરે. તેથી જે ઘરોમાં બજરંગબલીનો ફોટો કે પ્રતિમા હોય અને ભગવાન હનુમાનની નિયમિત પૂજા કરવામાં આવે છે ત્યાં શનિ દોષનો અશુભ પ્રભાવ ઓછો થાય છે.

શનિ યંત્રઃ શનિદેવની મૂર્તિ ઘરમાં રાખવાની મનાઈ છે. પરંતુ તમે ઘરે શનિ યંત્ર સ્થાપિત કરી શકો છો. તેનાથી શનિદેવ પ્રસન્ન થશે.

નીલમ: જેમની કુંડળીમાં શનિ દોષ હોય અથવા શનિ નબળી સ્થિતિમાં હોય, તેમને જ્યોતિષની સલાહ મુજબ નીલમ રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.

શમીનો છોડઃ ઘરમાં શમીનો છોડ લગાવવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે, કારણ કે શનિ મહારાજને શમી ખૂબ જ પ્રિય છે. તેથી શનિવારે ઘરમાં શમીનો છોડ લગાવો અને તેની પૂજા કરો.

રૂદ્રાક્ષઃ સાત મુખી રૂદ્રાક્ષ ધારણ કરનારને શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડતો નથી. તેથી, તમે સાત મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકો છો અથવા તેને તમારા ઘરના મંદિરમાં રાખી શકો છો.