આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતીમાં નું અનાવરણ પ્રધાનમંત્રી મોદી એ કર્યું. આ કાર્યક્રમ પહેલેથી જ વિવાદો થી ઘેરાયેલો રહ્યો હતો. સવારથી જ આ કાર્યક્રમને લઈને રાજકીય માહોલ ગરમાયેલો રહ્યો હતો. પરંતુ આ કાર્યક્રમના થોડા દિવસ પહેલાથી ગુજરાતના રાજકારણમાં એક્ટિવ થયેલા શંકરસિંહ વાઘેલાની વાત આજે નરેન્દ્ર મોદીએ એ માનવી પડી. શંકરસિંહ વાઘેલાએ થોડા દિવસ અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ની સાથે સાથે સરદાર પટેલ ની વાત માનીને ભારતના 562 રાજ રજવાડાનો ત્યાગ કરનાર રાજવીઓના બલિદાન ને પણ ઉજાગર કરવા એક મ્યુઝીયમ કે સ્મારક બનાવવું જોઈએ તેવી માંગ કરી હતી.
થોડા દિવસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના કાર્યક્રમ દરમિયાન દેશને પોતાનાં રજવાડાં અર્પણ કરનાર રાજવી પરિવારોના વારસદારોનું સન્માન કરવા માંગ કરી હતી. આ માંગ શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ કરીને ફરીથી દોહરાવી હતી.આ વાતને તેઓએ પ્રધાનમંત્રીને પત્ર લખીને પણ રજુઆત કરી હતી. ત્યારે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ પ્રસંગે પોતાના ભાષણ એમાં પ્રધાનમંત્રીએ ભારતના 562 રાજ રજવાડાનો ત્યાગ કરનાર રાજવીઓના બલિદાનની વાતને પણ લોકો સુધી પહોંચાડી શકાય તે માટે આ સ્થાન પાર ભવિષ્યમાં સ્મારક બનાવીશું તેવી વાત કરી હતી. જે સીધી રીતે શંકરસિંહ વાઘેલા ની જીત કહી શકાય.
આ વાત શંકરસિંહ બાપુને મળતા તેઓએ ટ્વીટ કરીને પ્રધાનમંત્રી મોદી નો આભાર માન્યો હતો.
બે દિવસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને આડા હાથ લેતાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, ભાજપને સરદાર પટેલથી પ્રેમ હોવાનું માનવું ભુલ ભરેલું છે. આ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા તે દરમિયાન ક્યારે અમદાવાદના સરદાર પટેલ સ્મારકની મુલાકાત કરી છે. તેમણે સરદાર પટેલ સ્મારકોના ઉત્થાન માટે કોઇ નાણાં આપ્યાં છે. સરદાર પટેલને અન્યાય કર્યોના ગાણાં ગાનારી આ ભાજપની ટોળકીએ જ સરદાર પટેલને સૌથી વધારે અન્યાય કર્યો છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકનું નામાંકરણ સરદાર પટેલ હવાઇ મથક રાખવાનો પણ તેમણે ઉગ્ર વિરોધ કર્યો હતો. ભાજપ કાર્યકર્તાઓએ કાળા વાવટા બતાવ્યા હતા. ગાંધી પરિવારે કે કોઇએ પણ સરદાર પટેલને ક્યારેય અન્યાય કર્યો નથી. કોઇ અન્યાય થયો હોય તો મને પુરવાર કરે તેવો હુંકાર પણ શંકરસિંહ વાઘેલાએ વ્યક્ત કર્યો હતો. સરદાર પટેલને અન્યાય કર્યાની વાતો ભાજપના ગપગોળાથી વિશેષ કંઇ નથી.