સપ્તાહના પ્રથમ દિવસે જ શેર માર્કેટમાં હરિયાણી: સેન્સેક્સ-નિફ્ટી કેટલાં અંકને પાર વટ્યો, જાણો બજારના હાલ

Sharemarket latest news: શેરમાર્કેટમાં આજે રેકોર્ડબ્રેક શરૂઆત થઈ છે, સેન્સેક્સ આજે નવા ઓલ ટાઈમ હાઈ 81,679 પર ખુલ્યો અને નિફ્ટીએ પણ એક ઈતિહાસ રચ્યો હતો. નિફ્ટી(Sharemarket latest news) 108 પોઈન્ટના ઉછાળા સાથે 24,943ના સ્તરે ખુલ્યો હતો.

શેરમાર્કેટમાં ટ્રેડિંગની શરૂઆત નવા રેકોર્ડ હાઈ પર થઈ છે. સેન્સેક્સ-નિફ્ટી અને મિડકેપ સૂચકાંકો નવા રેકોર્ડ હાઈ પર જોવા મળ્યો છે અને માર્કેટમાં જબરદસ્ત મોમેન્ટમ છે. નિફ્ટી 24,980ના નવા હાઇ લેવલ પર જોવા મળ્યો છે, જે 25,000ની ખૂબ નજીક પોહચી ગયું છે. મિડકેપ ઇન્ડેક્સ પ્રથમ વખત 58,000ને પાર કરી ગયો છે. બેંકો, એનબીએફસી અને ઓઈલ-ગેસ શેરોની સાથે આઈટી શેરોમાં પણ વધારો જોવા મળ્યો હતો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 24 માં વધારો અને અને 6 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 48 વધી રહ્યા છે અને 2માં જ ઘટાડો જોવા મળ્યો છે.

ગયા ટ્રેડિંગ સપ્તાહની શરૂઆતમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને ત્યારપછીથી શેર માર્કેટમાં ઉતાર ચઢાવ જોવા મળી હતો. જો કે શુક્રવારે શેરબજારમાં જોવા મળેલા ઉછાળાએ અને આજે બજારની જે ચાલ છે તેને રોકાણકારો અને નિષ્ણાતોમાં આશા જગાવી છે. મળતી માહિતી અનુસાર, શેરબજારમાં જે પ્રકારનું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, નિફ્ટી આ સપ્તાહે 25,000નો આંકડો પાર કરી શકે છે.