સારા GDPના કારણે આજે શેર બજારમાં તેજીનુ તોફાન; સેન્સેક્સ 240 પૉઇન્ટ ઉછળ્યો

Share market latest news: આજે ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે બજારમાં તેજી જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન પર ખુલ્યા છે. નિફ્ટી બેન્ક શરૂઆતના (Share market latest news) કારોબારમાં 49,000ને પાર કરતી જોવા મળી રહી છે. જ્યારે નિફ્ટી 22,600ને પાર કરી ગયો હતો. બજારની શરૂઆતમાં જ નિફ્ટીના 50માંથી 39 શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો.

ચોથા ક્વાર્ટરના આર્થિક ડેટા જાહેર થાય તે પહેલા આજે શુક્રવારે બજારનું વાતાવરણ સારું દેખાવમાં આવી રહ્યા છે. આજે સતત પાંચ દિવસના ઘટાડા પછી સપ્તાહના અંતિમ દિવસે બજારે સારી શરૂઆત જોવા મળી હતી. શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 525.19 પોઈન્ટ વધીને 74,410.79 પર પહોંચ્યો તો નિફ્ટી 131.25 પોઈન્ટ વધીને 22,619.90 પર પહોંચી ગયો છે.

સતત પાંચ દિવસથી શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો
કાલની વાત કરીએ તો ગુરુવારે સતત પાંચમા ટ્રેડિંગ દિવસમાં શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 617.30 પોઈન્ટ અથવા 0.83 ટકાના ઘટાડા સાથે 73,885.60 પોઈન્ટ પર બંધ થયો હતો. છેલ્લા પાંચ દિવસમાં સેન્સેક્સમાં 1,532 પોઈન્ટ અથવા બે ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 216.05 પોઈન્ટ અથવા 0.95 ટકા ઘટીને 22,488.65 પોઈન્ટ પર બંધ થયો હતો. છેલ્લા પાંચ દિવસમાં નિફ્ટીમાં 479 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે.

દેશના આર્થિક વિકાસ દરના આંકડા એટલે કે ત્રણ મહિનાના જીડીપીના આંકડા આજે જાહેર કરવામાં આવ્યા છે. રોકાણકારો આ મહત્વના આંકડા પર નજર રાખી રહ્યા છે. જો કે, નિષ્ણાતો એવું માને છે કે ચોથા ક્વાર્ટરમાં ધીમી ગતિ હોવા છતાં, ભારતીય અર્થતંત્રે ગયા નાણાકીય વર્ષનો અંત મજબૂત આધાર પર કર્યો છે.