Share Market Update: ભારતીય સ્થાનિક શેરબજાર(Stock market)માં છેલ્લા કેટલાક સમયથી અસ્થિરતા જોવા મળી રહી છે. આજે બિઝનેસ સપ્તાહનો પ્રથમ દિવસ છે. આવી સ્થિતિમાં, વૈશ્વિક બજારમાંથી મળી રહેલા સકારાત્મક સંકેતોને ધ્યાનમાં રાખીને, ઘણા નિષ્ણાતો માને છે કે બજારમાં તેજી ચાલુ રહેશે.
વૈશ્વિક બજારમાં મજબૂતી વચ્ચે ભારતીય સ્થાનિક શેરબજારમાં આજે સતત ત્રીજા દિવસે તેજીનું વલણ જોવા મળી રહ્યું છે. આ ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે (27 જૂન) ભારતીય શેરબજારના બંને સૂચકાંકો આજે લીલા નિશાન પર ખુલ્યા હતા. આજે સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટના વધારા સાથે 54,300નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ શરૂઆતના કારોબારમાં 226 પોઈન્ટથી વધુની લીડ પર હતો.
શરૂઆતના કારોબારમાં, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો મુખ્ય સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ (BSE સેન્સેક્સ) 740.91 પોઈન્ટ્સ અથવા 1.41 ટકાના વધારા સાથે 53,468.89 પર ખૂલ્યો હતો, અને NSEનો નિફ્ટી 226.95 પોઈન્ટ્સ અથવા 1.415 ટકાના ઉછાળા સાથે ખુલ્યો હતો. . બજારમાં શરૂઆતી તેજી સાથે રોકાણકારોનો ઉત્સાહ વધ્યો અને તેઓએ જોરદાર ખરીદી શરૂ કરી.
આજે બજારની સ્થિતિ:
આજે BSEમાં કુલ 1,620 કંપનીઓમાં ટ્રેડિંગ શરૂ થયું હતું, જેમાંથી 1,219 શેર ખૂલ્યા હતા અને 286 ઘટ્યા હતા. તે જ સમયે, 115 કંપનીઓના શેરના ભાવ વધ્યા કે ઘટ્યા વગર ખુલ્યા હતા. આ સિવાય આજે 29 શેર 52 સપ્તાહની ટોચે અને 11 શેર 52 સપ્તાહની નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે સવારથી 114 શેરમાં અપર સર્કિટ અને 65 શેરમાં લોઅર સર્કિટ છે.
ડોલર સામે રૂપિયો 10 પૈસા સુધર્યો
ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો આજે મજબૂતી સાથે ખુલ્યો હતો. આજે ડોલર સામે રૂપિયો 10 પૈસાની મજબૂતી સાથે 78.24 રૂપિયા પર ખુલ્યો હતો. તે જ સમયે, શુક્રવારે રૂપિયો ડોલર સામે 4 પૈસાની નબળાઈ સાથે 78.34 રૂપિયા પર બંધ થયો હતો.
આજે નિફ્ટીનો શેર ઘણો મજબૂત રહ્યો છે. ટેક મહિન્દ્રા 4.02 ટકા અને એચસીએલ ટેક 3.68 ટકા ઉપર છે. વિપ્રો 2.57 ટકા અને ઇન્ફોસીસ 2.55 ટકાના ઉછાળા સાથે વેપાર દર્શાવે છે. JSW સ્ટીલ 2.50 ટકા સુધર્યો છે. આ સાથે અપોલો હોસ્પિટલ 0.19 ટકા અને આઇશર મોટર્સ 0.09 ટકાના ઉછાળા સાથે કારોબાર કરી રહી છે.
છેલ્લા દિવસોમાં શેરબજારની સ્થિતિ:
શુક્રવારે (24 જૂન), સેન્સેક્સ 462.26 પોઈન્ટ્સ (0.88 ટકા) મજબૂત થયો હતો અને 52,727.98 પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી 142.60 પોઈન્ટ (0.92 ટકા) વધીને 15,699.25 પર હતો.
ગુરુવારે (23 જૂન) સેન્સેક્સ 443.19 પોઈન્ટ અથવા 0.86 ટકાના વધારા સાથે 52,265.72 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી પણ 143.35 પોઈન્ટ અથવા 0.93 ટકાના વધારા સાથે 15,556.65 પર બંધ થયો હતો.
બુધવારે (22 જૂન) સેન્સેક્સ 709 પોઈન્ટના ઘટાડા સાથે 51822 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 225 પોઈન્ટ ઘટીને 15413 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
મંગળવારે (21 જૂન) સેન્સેક્સ 934 પોઈન્ટ ચઢીને 52532 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 288 પોઈન્ટના ઉછાળા સાથે 15,638 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
સોમવારે (20 જૂન) સેન્સેક્સ 237 પોઈન્ટના વધારા સાથે 51597 પોઈન્ટ પર બંધ થયો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 56 પોઈન્ટના વધારા સાથે 15350 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.