શિસ્તબધ્ધ પક્ષ ગણતા ભાજપના કાર્યકરો અને હોદેદારો હવે બેફામ બન્યા છે. એક જ અઠવાડિયામાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભાજપનાં વોટ્સએપ ગ્રૃપમાં અશ્લીલ વીડિયો શેર કરવાની ત્રીજી ઘટના બની છે. મહિલાઓ ધરાવતાં વોટ્સએપ ગ્રુપમાં અશ્લિલ વીડિયો કાર્યકરો દ્વારા શેર કરવામાં આવતાં શિસ્તબધ્ધ પાર્ટીના લીરેલીરા ઉડ્યા હોવાનો વધુ એક કિસ્સો સુરતમાં બનાવ પામ્યો છે.
આ પહેલા પણ અનેકવાર ઘટનાઓ બની હોવા છતાં ભાજપ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં વોટ્સએપ ગ્રૃપમાં સતત અશ્લીલ વીડિયો શેર કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. સુરતમાં વોર્ડ નંબર 27ના ભાજપના કાર્યકર્તાએ ગંદી ગાળો બોલતો અશ્લીલ વીડિયો વોટ્સએપ ગ્રૃપમાં શેર કર્યો હતો. બિભત્સ ગાળો બોલતાં નીતિન મોદીએ ટિકટોક વીડિયો શેર કર્યો હતો. આ ગ્રૃપમાં ભાજપનાં સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટરો પણ સામેલ છે.
આ ગ્રુપમાં સાંસદ દર્શના જરદોષ, ધારાસભ્ય હર્ષ સંઘવી, સંગીતા પાટીલ, કોર્પોરેટર હિમત બેલડીયા અને વિજય ચૌમાલ સહીતના આગેવાનો સભ્યો હોવા છતા કાર્યકર્તાએ બિભત્સ ગાળો બોલતો વીડિયો શેર કરતા વિવાદ સર્જાયો છે. જોકે નિતીન મોદી નામના ભાજપના કાર્યકર્તાએ આવો કોઇ વીડિયો શેર કર્યો નથી એવો દાવો વોર્ડનં ૧૭ના ભાજપના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે આ વીડીયો ભુલથી શેર થઇ ગયો હોવાનું ખુદ નિતીન મોદીએ જણાવ્યું હતું.
અગાઉ પણ સુરતમાં વોર્ડ નંબર 18 ભાજપ પરિવારના ગ્રુપમાં વીડિયો શેર કરવામાં આવ્યા હતા. ભાજપના કેતન માટલીવાલાએ ગ્રૃપમાં અશ્લીલ વીડિયો શેર કર્યા હતા. આ વોટ્સએપ ગ્રૃપમાં સાંસદ અને ધારાસભ્ય પણ સામેલ છે. અને ગ્રૃપમાં અનેક મહિલા કાર્યકરો પણ જોડાયેલી છે. તેવામાં આવા અભદ્ર વીડિયો શેર કરાતાં મહિલાઓ શરમમાં મૂકાઈ હતી. તેનાં થોડા દિવસો પહેલા લિંબાયત વોર્ડ નંબર 24ના કિશોર સોલંકીએ વોટ્સએપ ગ્રુપમાં ધડાધડ ચાર અશ્લીલ વીડિયો શેર કરી દીધા હતા.
જોકે, આ પ્રકારે વોટ્સએપમાં અશ્લીલ વીડિયો વોટ્સએપમાં શેર કરવા એ ગુનો બને છે. અને આટ આટલાં સ્ક્રીન શોટ સાથેનાં સમાચાર પબ્લિશ થવા છતાં પણ સામે ચાલીને પોલીસ દ્વારા ભાજપનાં આ નેતાઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અને અવારનવાર આવા કિસ્સાઓ બહાર આવવા છતાં લાગે છે કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને અન્ય નેતાઓ પણ આ મામલે કડક કાર્યવાહી કરી શકતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.