ગુજરાત(Gujarat): ભચાઉ(Bhachau) તાલુકાના છેલ્લા પંદર દિવસથી અજ્ઞાત રોગચાળામાં ફસાયેલા 500 જેટલા ઘેટા મોત(500 sheep died)ને ભેટ્યા હતા. એક બાદ એક ટપોટપ થઇ રહેલા મોતને લીધે પાયમાલ બનેલા માલધારીઓ દ્વારા તંત્રની સાથે દાતાઓ મદદ કરે તેવી ગુહાર લગાવવામાં આવી રહી છે.
અજ્ઞાત રોગચાળાને કારને 500 જેટલા ઘેટા ટપોટપ મોતને ભેટ્યા:
ઘેટાના મોતને કારને ગામના માલધારી સાજણ રબારીએ પોતાની વ્યથા ઠાલવતાં કહ્યું હતું કે, તેમના અને વજુ વેરશીના 100-100 મળીને 200 ઘેટા મોતના થયા છે. આ ઉપરાંત ચકુ વેરશી, ખોડા નારણ, મંગા વેરશી, સોમા હરજી, રાણા વીશા સહિતના માલધારીઓના મળીને અત્યાર સુધી 500 જેટલા ઘેટા મોતને ભેટ્યા છે.
જયારે રોગના લક્ષણો જણાવતાં તેમણે કહ્યું હતું કે, બીમારીમાં ફસાયેલા ઘેટાના નાકમાંથી લોહી નીકળવા લાગે છે અને શરીરે ફોલા પડી જાય છે અંતે છેવટે તરફડીને મોતને ભેટે છે.
મહત્વનું છે કે, એક ઘેટાની સરેરાશ કિંમત 6 હજાર લેખે અત્યાર સુધી માલધારીઓને 30 લાખ જેટલું આર્થિક નુક્સાન થઇ ચુક્યું છે. પશુ પાલકોની હાલત એટલી કફોડી બની ગઈ છે કે, ઘેટાનું મોત થતાં હાલમાં તેમના હાથમાં માત્ર લાકડી બચી છે.
જો સરકાર, સમાજ કે સંસ્થા આ અંગે કોઈ આર્થિક મદદ નહી કરે તો માલધારીઓને મજૂરી કરવાનો વારો આવશે. હજુ પણ ઘેટાના ટપોટપ મોત થઇ રહ્યા છે ત્યારે પશુ પાલન વિભાગ દ્વારા રોગચાળો અટકાવવા માટે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ માલધારીઓ દ્વારા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં કચ્છમાં આ રીતે જેના પશુઓ એક ઝાટકે મરી ગયા હતા તેવા પશુ પાલકો માનસિક રીતે અસ્થિર બની ગયાના દાખલા હજુ પણ જોવા મળે છે. હવે જો કોઇ મદદ નહીં મળે તો છેવટે અસરગ્રસ્ત માલધારીઓ ઘેટા-બકરા પાલનના વ્યવસાયને તિલાંજલી આપવા મજબૂર બનશે તેવું પશુ પાલકો જણાવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.