પંજાબ કિંગ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL) પહેલા શિખર ધવનને ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. 16મી સિઝનમાં તે પંજાબનો 14મો કેપ્ટન બન્યો હતો. મયંક અગ્રવાલની જગ્યાએ ધવનને આ જવાબદારી સોંપવામાં આવી છે. ફ્રેન્ચાઇઝીએ બુધવારે (2 નવેમ્બર) બોર્ડ મીટિંગ બાદ ધવનની કેપ્ટન તરીકે નિમણૂકની સત્તાવાર જાહેરાત કરી હતી.
ટ્રેવર બેલિસ, જેમણે ઇંગ્લેન્ડને વર્લ્ડ કપ અને ગયા મહિને એશિઝ જીતાડ્યા હતા, અનિલ કુંબલે મુખ્ય કોચ પદેથી રાજીનામું આપ્યા પછી ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત થયા હતા.
ફ્રેન્ચાઇઝી મયંક અગ્રવાલને ટીમમાં રાખશે કે છોડશે તેનો નિર્ણય આગામી સમયમાં લેવામાં આવશે. તમામ ફ્રેન્ચાઈઝીઓએ 15 નવેમ્બર સુધીમાં હરાજી પહેલા બહાર પાડવામાં આવનાર ખેલાડીઓની યાદી સબમિટ કરવાની રહેશે. તમને જણાવી દઈએ કે IPL 2023 ની હરાજી 16 ડિસેમ્બરે થવાની સંભાવના છે.
ગયા વર્ષે મેગા ઓક્શન પહેલા પંજાબ કિંગ્સ દ્વારા રિટેન કરાયેલા બે ખેલાડીઓમાંથી એક મયંક હતો. ફ્રેન્ચાઇઝીએ આ માટે 14 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. પરંતુ મયંક 13 ઇનિંગ્સમાં 16.33ની એવરેજથી માત્ર 196 રન જ બનાવી શક્યો. આ સાથે જ ધવન ટીમનો ટોપ સ્કોરર હતો.
બેયરસ્ટો સમગ્ર IPL માટે ઉપલબ્ધ રહેશે કે કેમ તેની પુષ્ટિ કર્યા બાદ મયંકને રીલીઝ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બરની શરૂઆતમાં બેયરસ્ટો ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે T20 વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.