મોરબીનો રાજવી પરિવાર પીડિતોની વ્હારે આવ્યો, કરશે આટલા લાખ રૂપિયાની સહાય

ગુજરાત(Gujarat): 30 ઓક્ટોબર એટલે આપણા સૌ માટે એક દુઃખદ દિવસ. મોરબીમાં મચ્છુ નદી પરના ઝૂલતા પુલ તૂટ્યાની આ કાળજું કંપાવનારી દુર્ઘટના(Morbi accident) લોકો ક્યારેય નહીં…

ગુજરાત(Gujarat): 30 ઓક્ટોબર એટલે આપણા સૌ માટે એક દુઃખદ દિવસ. મોરબીમાં મચ્છુ નદી પરના ઝૂલતા પુલ તૂટ્યાની આ કાળજું કંપાવનારી દુર્ઘટના(Morbi accident) લોકો ક્યારેય નહીં ભૂલી શકે. દેશમાં હાહાકાર મચાવનાર મોરબી પુલ દુર્ઘટના અંગે ઘણા લોકો સહાય માટે આગળ આવ્યા છે. સરકાર દ્વારા તો આ મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને ઘાયલ લોકોને લઈને સહાયની જાહેરાત કરવામાં આવી છે. જે બાદ બીજા પણ ઘણા લોકો પણ મદદ માટે સામે આવી રહ્યા છે.

રાજવી પરિવાર દ્વારા સહાયની જાહેરાત:
મોરબી દુર્ઘટનામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બાદ હવે મોરબીના રાજવી પરિવાર દ્વારા પણ પીડિતોને મદદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આપણે સૌ જાણીએ છીએ કે, 30 ઓક્ટોબરના રોજ મોરબીમાં એક ઝૂલતો પુલ ધરાશાયી થયો હતો. જેમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટના ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે.

રાજવી પરિવારે એક-એક લાખ રૂપિયા આપવાની તૈયારી દર્શાવી:
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકુંવરીબા સાહેબ મીરાબાપા આ ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનો માટે રાજવી પરિવાર વતી તાત્કાલિક મોરબી આવ્યા હતા અને રાજમાતા વિજયકુંવરબા સાહેબ અને રાજવી પરિવાર વતી દરેક પરિવારને એક-એક લાખ રૂપિયાની સહાય આપવાની તૈયારી દર્શાવી હતી. મોરબીના રાજવી પરિવાર દ્વારા ઝુલાપુલ દુર્ઘટના અંગે ઘેરા દુ:ખની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. શાહી પરિવાર દ્વારા દરેક મૃતકના પરિવારને એક-એક લાખ રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે.

દુર્ઘટના અંગે કોર્ટમાં ઓરેવા કંપનીનું નિવેદન:
મોરબી બ્રિજ અકસ્માત અંગે ઓરેવા કંપનીએ કોર્ટમાં નિવેદન આપ્યું છે, જેણે રિનોવેશન કર્યું હતું. ઓરેવાના મીડિયા મેનેજર દીપક પારેખે કોર્ટમાં કહ્યું કે અમારા એમડી જયસુખ પટેલ સારા વ્યક્તિ છે. 2007માં પ્રકાશભાઈને કામ સોંપવામાં આવ્યું, કામ સારી રીતે પાર પડ્યું. તેથી તેને ફરીથી કાર્ય સોંપવામાં આવ્યું. અમે પહેલાં રિપેરિંગ કામ કર્યું હતું. આ વખતે ભગવાનની કૃપા નહીં હોય, કદાચ તેથી જ આ દુર્ઘટના બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *