બોલિવૂડ ક્વીન કંગના રનૌતની રાજકારણમાં એન્ટ્રી… જાણો 2024માં કઈ પાર્ટી તરફ થી લડશે લોકસભા ચૂંટણી

Kangna Ranaut to Fight Lok Sabha Polls: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત ચૂંટણી લડવાની સતત ચર્ચાઓ ચાલી રહી છે. જો કે હવે તેના પિતાએ આ ચર્ચાઓ…

Kangna Ranaut to Fight Lok Sabha Polls: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત ચૂંટણી લડવાની સતત ચર્ચાઓ ચાલી રહી છે. જો કે હવે તેના પિતાએ આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકી દીધું છે. કંગનાના પિતાએ સ્વીકાર્યું છે કે, તે લોકસભા ચૂંટણી લડશે.(Kangna Ranaut to Fight Lok Sabha Polls) જોકે, પિતાએ કહ્યું કે, દીકરી કંગના ક્યાંથી ચૂંટણી લડશે તે ભાજપ નક્કી કરશે.

અભિનેત્રી કંગના રનૌતના પિતા અમરદીપે સ્પષ્ટતા કરી છે કે, કંગના ભાજપની ટિકિટ પર જ ચૂંટણી લડશે, પરંતુ પાર્ટી નેતૃત્વએ નક્કી કરવાનું છે કે, તે ક્યાંથી ચૂંટણી લડશે. મોટી વાત એ છે કે, કંગનાએ બે દિવસ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે કુલ્લુ સ્થિત તેમના ઘરે મુલાકાત પણ કરી હતી. બેઠક બાદ તેઓ ચૂંટણી લડશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. પરંતુ હવે તેના પિતાએ સ્પષ્ટ કર્યું છે કે કંગના ચૂંટણી લડશે.

RSSના કાર્યક્રમમાં પણ આવી હતી કંગના 
ગયા અઠવાડિયે, હિમાચલના બિલાસપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સામાજિક બેઠકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કંગનાએ પણ આમાં ભાગ લીધો હતો અને કહ્યું હતું કે આરએસએસની વિચારધારા તેની વિચારધારા સાથે મેળ ખાય છે. તમને જણાવી દઈએ કે કંગના મંડી લોકસભા સીટ અથવા ચંદીગઢથી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

મંડીની રહેવાસી છે કંગના 
ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત મૂળ મંડી જિલ્લાના સરકાઘાટ વિધાનસભા ક્ષેત્રના ભામ્બલા ગામની રહેવાસી છે. તેણે મનાલીમાં પોતાનું એક ઘર પણ બનાવ્યું છે. તેનો પરિવાર હવે મનાલીમાં જ રહે છે. થોડા મહિનાઓ પહેલા કંગના રનૌતે ગુજરાતના દ્વારકામાં મીડિયા સાથે વાત કરતા સ્પષ્ટતા કરી હતી કે જો ભગવાન તેના પર કૃપા કરશે તો તે ચોક્કસપણે ચૂંટણી લડશે. આ પછી કંગના ચૂંટણી લડવાને લઈને સમાચારોનું બજાર ગરમ થઈ ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *