રાયગઢમાં શિવસેનાની નેતા સુષ્મા અંધારેનું હેલિકોપ્ટર ક્રેશ- જુઓ વિડીયો

Helicopter Crash: શિવસેના (UBT)ના નેતા સુષ્મા અંધારેને સભામાં લઈ જતું હેલિકોપ્ટર મહારાષ્ટ્રના મહાડમાં ક્રેશ થયું હતું. સુષ્મા અંધારે તેમાં સવાર થાય તે પહેલા જ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું.જો આ ઘટનામાં રાહતની વાત તો એ છે કે બંને પાયલોટ સુરક્ષિત છે.સામે આવેલા લાઇવ વિડિયો રેકોર્ડિંગ મુજબ, હેલિકોપ્ટર એક સ્થળે ઉતરાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું(Helicopter Crash) અને અચાનક તે પલટી મારી ગયું હતું જે બાદ સંતુલન ગુમાવ્યું અને પછી ખુલ્લા મેદાનમાં જોરદાર અવાજ સાથે ક્રેશ થયું હતું.

હેલિકોપ્ટર ક્રેશ થયું
લોકસભા ચૂંટણી દરમિયાન ઉદ્ધવ જુથના સ્ટાર પ્રચારકના માથેથી મોટી ઘાત ટળી હતી. અસલમાં શિવસેનાના નેતા સુષ્મા અંધારે જે હેલિકોપ્ટરમાં મુસાફરી કરવાના હતા તે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ ઘટના રાયગઢ જિલ્લાના મહાડમાં બની હતી. સુષ્મા અંદારે પ્રચાર માટે મહાડથી બારામતી જવાના હતા. પરંતુ તેઓ હેલિકોપ્ટરમાં બેસે તે પહેલા જ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું.

સુષ્મા અંધારે બારામતી પ્રચાર માટે જવાના હતા
હેલિકોપ્ટર દુર્ઘટનાનો આ વીડિયો લાઈવ રેકોર્ડ કરવામાં આવ્યો હતો અને અંધારેના ફેસબુક પેજ પર શેર કરવામાં આવ્યો હતો. જો કે સદભાગ્યે આ ઘટનામાં કોઈને નુકસાન થયું નથી, તેમજ હેલિકોપ્ટર પાઈલટ પણ સુરક્ષિત હોવાનું કહેવાય રહ્યું છે. પરંતુ પાયલટને ઇજા થઇ હોય એમ જણાઈ રહ્યું છે. વાસ્તવમાં સુષ્મા અંધારે બારામતી પ્રચાર માટે જવાના હતા.આ ઉપરાંત સુષ્મા અંધારેએ પોતે તેમના ફેસબુક પેજ પર હેલિકોપ્ટર ક્રેશનો વીડિયો લાઈવ શેર કર્યો હતો. સુષ્મા અંધારેની રેલી ગુરુવારે મહાડમાં હતી. જો કે, મોડી રાત થઈ ગઈ હોવાથી, તેણી મહાડમાં જ રોકાઈ હતી અને શુક્રવારે ચૂંટણી રેલી કરવા માટે અમરાવતી જવાનું હતું.

પાયલોટનો જીવ બચ્યો
અંધારે દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો અનુસાર, હેલિકોપ્ટર લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના થઈ હતી. આ દરમિયાન હેલિકોપ્ટરે તેનું સંતુલન ગુમાવ્યું હતું અને અચાનક લથડી પડ્યું હતું. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે ક્રેશ થયેલું હેલિકોપ્ટર એક ખાનગી હેલિકોપ્ટર હતું જે શિવસેનાના નેતા સુષ્મા અંધારેને લેવા માટે આવ્યું હતું. હેલિકોપ્ટર લેન્ડિંગ દરમિયાન અચાનક ક્રેશ થયું હતું. અકસ્માત સમયે હેલિકોપ્ટરનો પાયલોટ હેલિકોપ્ટરમાંથી કૂદવામાં સફળ રહ્યો હતો અને તેનો જીવ બચી ગયો હતો.