દેશમાં અનેકવિધ મંદિરો આવેલા છે ત્યારે મહારાષ્ટ્રમાં આવેલ અંબરનાથ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિરને અંબરેશ્વર નામથી પણ લોકો ઓળખે છે. અહીંના નિવાસી લોકો આ મંદિરને પાંડવકાલીન હોવાનું માને છે. આ પ્રાચીન હિંદુ શિલ્પકલાની અદભૂત કલાકૃતિ છે.
11મી સદીમાં બનાવવામાં આવેલ આ મંદિરને યૂનેસ્કો દ્વારા સાંસ્કૃતિક વિરાસત ઘોષિત કરી દેવામાં આવ્યું છે. મંદિરમાં મળેલ એક શિલાલેખ મુજબ તેનું નિર્માણ રાજા માંબણિ દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ મંદિરની બહાર 2 નંદી બનાવવામાં આવેલ છે. મંદિરની મુખ્ય મૂર્તિ ત્રિમૂર્તિની છે.
તેમના એક ઘૂટણ ઉપર એક નારી છે કે, જે શિવ-પાર્વતીના સ્વરૂપને દર્શાવે છે. ઉપરના ભાગે શિવ નૃત્ય મુદ્રામાં જોવા મળે છે. વલધાન નદીના કિનારે બનાવવામાં આવેલ આ મંદિર આંબલી તથા આંબાના વૃક્ષોથી ઘેરાયેલ છે. મંદિરની વાસ્તુકળા અદભૂત છે.
આ મંદિરનું નિર્માણ એક જ પત્થરથી થયું છે:
આ મંદિરનું પુનર્નિર્માણ કરી દેવામાં આવ્યું છે પણ પૌરાણિક કથા મુજબ તેને પાંડવો દ્વારા એક જ પત્થરથી બનાવવામાં આવ્યું હતું. પાંડવો દ્વારા પોતાના અજ્ઞાતવાસ વખતે થોડાં વર્ષ અંબરનાથમાં પસાર કર્યા હતાં તેમજ આ મંદિર તેમણે એક જ રાતમાં વિશાળ પત્થરોથી બનાવ્યું હતું.
કૌરવો સતત પીછો કરવામાં આવતો હોવાને કારણે આ સ્થાન તેમણે છોડવું પડ્યું હતું. મંદિરની આજુબાજુ અનેક પ્રાકૃતિક ચમત્કાર રહેલા છે. ગર્ભગૃહ નજીક ગરમ પાણીનો કુંડ આવેલ છે કે, જેની પાસે એક ગુફા આવેલ છે કે, જેનો રસ્તો પંચવટી સુધી જાય છે તેવું જણાવાયુ છે.
આ મંદિરની કલાકૃતિ આકર્ષિત કરે:
અંબરેશ્વર મંદિરનું નિર્માણ હેમાડપંથી શૈલી જેવું પ્રતીત થાય છે. આ કળા ફક્ત પ્રાચીન મંદિરોમાં જોવા મળે છે. અંબરેશ્વર મંદિરમાં 3 મંડપ છે કે, જે મુખ્ય દ્વારથી હોલ સુધી જાય છે. હોલમાં અનેકવિધ દેવી-દેવતાઓની પત્થરોથી મૂર્તિઓ બનાવેલ છે.
મંદિરની બહાર મંદિરમાં સ્થાપિત દેવતાઓની સુંદર મૂર્તિઓ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શિવજીના જીવન સાથે સંબંધિત કલાકૃતિ પણ અહીં જોવા મળે છે. આ મૂર્તિઓમાં અનેકવિધ પૌરાણિક કથાઓ, શિવ-પાર્વતી લગ્ન સમારોહ, નટરાજ, મહાકાળી, ગણેશ નૃત્યમૂર્તિ, નરસિંહ અવતાર વગેરે કલાકૃતિ જોવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.