પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે શિવાલયોમાં ઉમટી શિવભક્તોની ભીડ – ‘બમ બમ ભોલે’ના નાદથી ગુંજ્યા મંદિરો

શ્રાવણ માસ (Shravan)નું મહત્વ શિવભક્તો (Devotees of Shiva)માં સૌથી વધારે હોય છે. ત્યારે પવિત્ર શ્રાવણ મહિનો શરુ થઈ ચુક્યો છે. તેમાં પણ આજે શ્રાવણ મહિનાનો…

શ્રાવણ માસ (Shravan)નું મહત્વ શિવભક્તો (Devotees of Shiva)માં સૌથી વધારે હોય છે. ત્યારે પવિત્ર શ્રાવણ મહિનો શરુ થઈ ચુક્યો છે. તેમાં પણ આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે. કહેવામાં આવે છે કે, શ્રાવણ મહિનો એ ભોલેનાથ (Bholenath)નો પ્રિય મહિનો છે. આ માસમાં જે ભક્ત ભગવાન શિવની સાચા મનથી અને ભક્તિભાવથી પૂજા કરે છે તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

સુરત શહેર સહિત જિલ્લાના તમામ શિવાલયો ‘બમ બમ ભોલે’ના નાદથી ગુંજી ઉઠ્યા છે. સુરતના કર્મનાથ મંદિર, પાલના અટલ આશ્રમ, સિદ્ધકુટિર મહાદેવ સહિતના મંદિરોમાં વહેલી સવારથી ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. મંદિરોમાં ભાવિકોને લઈને વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાથે જ મંદિરોમાં પણ ભગવાનની પૂજા અર્ચના માટે વિશેષ આયોજન કરવામાં આવ્યાં છે.

ભાવિકો બિલી પત્ર ચડાવ્યા:
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે જ ઘણા ભાવિકોને ઉપવાસ હોવાથી ભગવાનના દર્શન કરવા ઉમટ્યાં છે. શહેરના શિવાલયોમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી છે. સવારથી અત્યાર સુધી મહાદેવ મંદિરમાં ભક્તોની લાંબી લાઇન લાગી છે. ભાવિકો પૂજા-પાઠ, દૂધ અભિષેક, બિલ્વીપત્ર ચડાવીને મહાદેવને પ્રસન્ન કરી રહ્યાં છે.

મંદિરોમાં વિશેષ આયોજન:
મંદિરો દ્વારા શ્રાવણ માસને લઈને રોજે રોજ અલગ અલગ આયોજન કરવામાં આવતાં હોય છે. જેને પગલે મંદિરોમાં ભક્તોની ભીડ જમતી હોય છે. આ ઉપરાંત શ્રાવણ માસના સોમવારે મંદિરોમાં ભગવાન શિવને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો છે. સાથે જ અલગ અલગ કાર્યક્રમો પણ મંદિર દ્વારા કરવામાં આવ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *