રવીવારે સાંજે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો એક વીડિયો પ્રિયા વર્માના નામે ફરી રહ્યો છે. વીડિયોમાં બીજેપીના એક પ્રદર્શનકારીને એક મહિલા લાફા વાળી કરી રહી છે. આ મહિલા મધ્ય પ્રદેશના રાજગઢના ડેપ્યૂટી કલેક્ટર પ્રિયા વર્મા છે. પ્રિયા વર્મા હાલમાં ભાજપના ગુસ્સાનો ભોગ બની છે.
21 વર્ષની નાની ઉંમરમાં જ ડેપ્યૂટી કલેક્ટર બનનાર પ્રિયા વર્મા ઇન્દોરના એક નાના ગામ માંગલિયાની રહેવાસી છે. તેના પિતાનું નામ મહેશ કિરણ છે.
પ્રિયા વર્માએ 2014માં મધ્ય પ્રદેશમાં લોકસેવા આયોગની પરીક્ષા પાસ કરી હતી. સૌથી પહેલું પોસ્ટીંગ ભૈરવગઢ જિલ્લામાં જેલર તરીકે થયું હતું. જ્યા તેમને 6 મહિના માટે નોકરી કરી છે. મહેનતથી કામ કરતાં 2016માં ડેપ્યૂટી કલેક્ટર તરીકે તેમનું નામ વેઈટિંગ લિસ્ટમાં આવી ગયું હું. 2017માં પ્રિયા વર્માએ એમપીમાં ચોથો ક્રમાંક મેળવતાં તેમને ડેપ્યૂટી કલેક્ટર બનાવવામાં આવ્યાં હતાં. પ્રિયા આઈએએસ બનવા માગતી હતી પરંતુ પરિવાર સિવિલ સેવા તરફ રહે એવું ઈચ્છતો હતો.
પ્રિયા પોતાના પિતાના ગામની આસપાસની સંસ્થાઓમાં પરીક્ષાઓની તૈયારી કરી રહેલા સ્ટુડન્ટસને માર્ગદર્શન આપવાનું પણ કામ કરે છે. પ્રિયા વર્મા 2017ની પીએસસી પરીક્ષાની ટોપર છે. જે પોતાના વિસ્તારમાં પોલિથિન બેગના અતિક્રમણ સામે અભિયાન ચલાવવા સમયે ઘણી લોકપ્રિય બની હતી.
कलेक्टर मैडम, आप यह बताइये कि कानून की कौन सी किताब आपने पढ़ी है जिसमें शांतिपूर्ण प्रदर्शन कर रहे नागरिकों को पीटने और घसीटने का अधिकार आपको मिला है?
सरकार कान खोलकर सुने ले, मैं किसी भी कीमत पर मेरे प्रदेशवासियों के साथ इस प्रकार की हिटलरशाही बर्दाश्त नहीं करूंगा! #CAA pic.twitter.com/PdKgrSDnW7
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) January 19, 2020
શિવરાજસિંહ ચૌહાણે ટ્વીટ કરી કહ્યું કે કલેક્ટર મેડમ તમે જણાવો કે કઈ કાયદાની ચોપડી તમે ભણ્યા છો જેમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા નાગરિકોને મારવા અને ઘસડવાનો અધિકાર તમને મળ્યો છે?
સરકાર કાન ખોલીને સાંભળી લે, હું કોઈપણ ભોગે મારા દેશવાસીઓ સાથે કોઈ પણ પ્રકારની હિટલરશાહી સહન નહીં કરું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.