US(અમેરિકા): હાલમાં અમેરિકામાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 2 બાળકોની માતા 62 વર્ષની ઉંમરે ત્રીજી વખત ગર્ભવતી (Pregnant) બની છે. જ્યારથી તેણીએ ઇન્સ્ટાગ્રામ પર તેની ગર્ભાવસ્થા (Pregnancy) વિશે ખુલાસો કર્યો છે, ત્યાંથી પ્રતિક્રિયાઓ પર પ્રતિક્રિયા આવી રહી છે. કેટલાક તેને અભિનંદન આપી રહ્યા છે અને કેટલાક તેને ઉંમરને લઈને ચર્ચા કરી રહ્યા છે. પરંતુ, જે માતા (Mother) બનવા જઇ રહી છે તે ખૂબ જ ખુશ છે, જો કે તેની ગર્ભાવસ્થા સાથે જોડાયેલી આ 2 બાબતો ખૂબ જ આશ્ચર્યચકિત છે.
મળતી માહિતી અનુસાર, જેનીએ કહ્યું છે કે તેની ગર્ભાવસ્થા કોઈ ચમત્કારથી ઓછી નથી. કારણ કે, 16 વર્ષ પહેલા તેનું મેનોપોઝ થઇ ગયું હતું. તેને કેટલાય વર્ષોથી પીરિયડ નથી આવ્યો. એટલું જ નહીં, તેના પતિએ ઘણા વર્ષો પહેલા નસબંધી પણ કરાવી નાખી છે. આ પરિસ્થિતિઓમાં તે ગર્ભવતી થવાનો વિચાર પણ ન કરી શકે. જ્યારે તેણે આ વાત તેના મિત્રોને જણાવી, ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ પછી, તેણે તેને સોશિયલ મીડિયા પર પણ આ વાત શેર કરી હતી.
પતિની ઉંમર 72 વર્ષ
જાણવા મળ્યું છે કે, 62 વર્ષીય જેની 2 પુત્રોની માતા છે. જયારે તેના પતિની ઉમર 72 વર્ષ છે. જેની વધુમાં કહે છે કે, લોકો પણ આશ્ચર્યચકિત છે કે હું ગર્ભવતી થઇ છું પરંતુ, જ્યારે તેઓ જાણશે કે મારા પતિ 72 વર્ષના છે, ત્યારે તેઓ પહેલા કરતાં પણ વધુ આશ્ચર્યમાં મુકાઈ જશે. મળતી માહિતી મુજબ, આ વર્ષે નવેમ્બરમાં જેની ત્રીજા બાળકનો જન્મ આપી શકે છે.
આ અંગે લોકોનું કહેવું છે કે, તેઓ 35 વર્ષની ઉંમરે પણ બાળક રાખવા માટે પોતાને અયોગ્ય માનતા હતા. જયારે આવી સ્થિતિમાં 62 વર્ષની ઉંમરે બાળકને જન્મ આપવાનો જેનીનો નિર્ણય ખુબ જ ચોંકાવનારો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.