દિવસે ને દિવસે વધતા જતા હત્યાના(Murder) કેસોમાં હાલમાં જ વધુ એક હત્યાનો કેસ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર સગીર યોગ્ય રીતે ભણતો ન હતો અને ઘરના કામકાજમાં મદદ કરતો ન હતો, તેથી તેની માતાએ ઘરમાં રહેલું વાઇ-ફાઇ(Wi-Fi) કનેક્શન કાઢી નાખ્યું હતું.
વાઈ-ફાઈ કનેક્શન કપાઈ જવાના ગુસ્સામાં 15 વર્ષના એક છોકરાએ તેની માતા, પિતા અને નાના ભાઈની ગોળી મારીને હત્યા કરી નાખી. એટલું જ નહીં, તે ત્રણ દિવસ સુધી તેમના મૃતદેહો સાથે ઘરમાં બંધ રહ્યો. એક રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, બાળકની માતાએ શાળામાં ઓછા માર્કસ આવવા બદલ અને ઘરના કામકાજમાં મદદ ન કરવા બદલ તેનું Wi-Fi કનેક્શન બંધ કરી દીધું હતું.
માત્ર આટલી જ વાતથી ગુસ્સે થઈને બાળકે તેની માતા, પિતા અને 10 વર્ષના ભાઈને ગોળી મારીને હત્યા કરી નાખી હતી. તે ત્રણ દિવસ સુધી મૃતદેહો સાથે ઘરમાં બેઠો હતો અને પછી તેના સંબંધીઓને ઘટનાની જાણ કરી હતી. સ્પેનના એલ્શ શહેરમાં આ ટ્રિપલ મર્ડર કરનાર સગીરે પોતાનો ગુનો કબૂલી લીધો છે.
પોલીસના જણાવ્યા મુજબ બાળકને ગયા શુક્રવારે કસ્ટડીમાં લેવામાં આવ્યું હતું. આ કેસનો ખુલાસો થયા બાદ ટ્રિપલ મર્ડરથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. પોલીસ અધિકારીએ કહ્યું કે વાઈ-ફાઈ કનેક્શન કપાઈ જવાથી તે ગુસ્સામાં હતો. હાલ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.