શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: મૃતકના પરિવારને 4 લાખ અને ઘાયલોને 50 હજારની સહાયઆપશે સરકાર

ગુજરાતના અમદાવાદમાં આવેલ એક હોસ્પિટલમાં લાગેલી ભીષણ આથી ઓછામાં ઓછા 8 લોકોના મૃત્યુની ખબર સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર, નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં સવારે ચાર વાગ્યા પહેલા આગ લાગી હતી. હોસ્પિટલમાં કોરોના દર્દીઓનો ઈલાજ થઈ રહ્યો હતો. ઘટના બાદ લગભગ 35 દર્દીઓને બીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં બનેલી આ ઘટનાને કારણે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની હોનારતની તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે. આ ઉપરાંત, આ ઘટનામાં મૃત્યુ પામેલા કોરોના દર્દીઓના પરિવારને રૂપિયા 4 લાખની સહાયની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે. આ અંગ્નિકાંડમાં દાઝેલા તથા ઘવાયેલા માટે પણ રૂપિયા 50 હજારની સહાય જાહેર કરવામાં આવી છે. તમામ ઘવાયેલા તથા દાઝેલાને યોગ્ય તેમજ વ્યવસ્થિત સારવાર મળે તે માટે પણ પુરતી તકેદારી રાખવા માટે મુખ્યમંત્રી તરફથી સૂચના આપવામાં આવી છે.

હજુ સુધી આ આગ કઈ રીતે લાગી તે અંગે કોઈ જાણકારી મળી શકી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે, હોસ્પિટલના આઈસીયુમાં આગ લાગી હતી. એક અધિકારીએ જણાવ્યું કે વહેલી સવારે લગભગ સાડા ત્રણ વાગ્યે આગ લાગી હતી. દુર્ઘટનામાં આઈ.સી.યુ વોર્ડમાં દાખલ કરાયેલા પાંચ પુરુષો અને ત્રણ મહિલાઓનું મૃત્યુ થઈ ચૂક્યું છે.

મૃતકના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય મળશે: મુખ્યમંત્રી વિજય રૂપાણી
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના બાદ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદના મેયર બિજલબહેન પટેલ સાથે વાતચીત કરી છે. રાજ્ય સરકારે આગની ઘટનાની ગંભીરતા દાખવી આઈએએસ સંગીતાસિંહ અને મુકેશ પુરીની તપાસ સોંપી છે. અને ત્રણ દિવસમાં રિપોર્ટ સોંપવાનો પણ આદેશ આપ્યો છે. અને હાલમાં જ મૃતકના પરિવારને 4 લાખ અને ઘાયલોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *