વડતાલ ધામમાં શ્રી ગોપાળાનંદસ્વામી અતિથિ ભુવનનું વિસ્તરણ હાથ ધરાયું

Vadtal Dham News: શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ધામમાં ઉત્સવ, સમૈયા કે પુનમના દિવસે લાખો યાત્રીકો દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે ભક્તોને (Vadtal Dham News) ઉતારા માટે પડતી અગવડતાને ધ્યાને લઇ વડતાલ ધામમાં 205 રૂમનું શ્રી ગોપાળાનંદસ્વામી અતિથિ ભુવનનું વિસ્તરણ થવા જઇ રહ્યું છે.

વડતાલ ધામમાં શ્રી ગોપાળાનંદસ્વામી અતિથિ ભુવનનું વિસ્તરણ હાથ ધરાશે. નવા 205 રૂમના અતિથિભુવનનું પૂ.લાલજી મહારાજ તથા સંતોના હસ્તે ભૂમિપૂજન સંપન્ન, એક વર્ષમાં કામ પૂર્ણ થશે : ડો.સંતસ્વામી (ચેરમેનશ્રી – વડતાલ સંસ્થાન)

ત્યારે તા.23મે શુક્રવારને અપરા એકાદશીના શુભદિને વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ પિઠાધિપતી પ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આર્શીવાદ સાથે ભુદેવોના વેદમંત્રના ગાન સાથે પૂ.મોટા લાલજી શ્રી સૌરભપ્રસાદજી મહારાજના હસ્તે સંતો મહંતો તથા અગ્રણી સત્સંગીઓની ઉપસ્થિતિમાં ભૂમિપુજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પૂજય મોટાલાલજી મહારાજશ્રી સૌરભપ્રસાદજી મહારાજ, વડતાલ ટ્રસ્ટી બોર્ડના ચેરમેનશ્રી ડો.સંતવલ્લભદાસજી સ્વામી, મુખ્ય કોઠારી દેવપ્રકાશસ્વામી, પૂ.બ્રહ્મસ્વરૂપસ્વામી, ટ્રસ્ટી બોર્ડના સભ્યો તેજસભાઇ પટેલ, અલ્પિતભાઇ પટેલ (બરોડા) બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી, તથા સત્સંગ અગ્રણી ભૂપેન્દ્રભાઇ પટેલ (ભરૂચ) અશ્વિનભાઇ કા.પટેલ (વીરસદ) વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ચેરમેન ડો.સંતસ્વામીએ જણાવ્યું હતું કે આ વિશાળ યાત્રી ભુવનનું વિસ્તરણ કાર્ય આજથી એક વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂ.શ્યામવલ્લભસ્વામીએ કર્યું હતું.