શ્રીકષ્ટભંજનદેવને શિવસ્વરૂપનો શણગાર: વિડીયોમાં જુઓ આશ્રમમાં યજ્ઞ અને ૠષિમૂનીઓની ઝાંખી

Kashtbhanjan Dev Salangpur: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે પવિત્ર ધનુર્માસના શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવને શિવસ્વરૂપનો શણગાર તેમજ હનુમાનજી દાદાના (Kashtbhanjan Dev Salangpur) સિંહાસનને આશ્રમમાં યજ્ઞ અનુષ્ઠાન કરતા ૠષિમૂનીઓની ઝાંખી રજૂ કરાઈ છે.જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યો
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે પવિત્ર ધનુર્માસ અને શનિવારના નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવને શિવસ્વરૂપનો શણગાર કરવામાં આવ્યો છે. તેમજ આશ્રમ શાળા અને યજ્ઞ અનુષ્ઠાન કરતા ૠષિમૂની યજ્ઞ શાળાની ઝાંખી રજુ કરવામાં આવ્યો છે.

વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય શણગારના દર્શન કરી રહ્યાં છે.તેમજ ભક્તોએ આ શણગાર અને દાદાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો છે.આ સાથે જ વિદેશમાં રહેતા ભક્તોએ દાદાના ઓનલાઇન દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી.

ધનુર્માસનો શનિવાર હોવાથી શ્રીકષ્ટભંજનદેવને શિવસ્વરૂપનો શણગાર
આજે પવિત્ર ધનુર્માસનો શનિવાર છે જેથી શ્રીકષ્ટભંજનદેવને શિવસ્વરૂપનો શણગાર ધરાવાયો છે. સમગ્ર ધનુર્માસ નિમિતે દાદાને મંદિર પરિસરમાં આવેલ યજ્ઞ શાળામાં નિત્ય હોમ-હવન-યજ્ઞ અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે. દાદાના વાઘા ત્રણ દિવસની મહેનતે ચાર હરિભક્તોએ તૈયાર કર્યા છે. તેમજ સિંહાસને છ હરિભક્તોએ 2 દિવસની મહેનતે આશ્રમ અને ઋષિમુનીઓની ઝાંખી તૈયાર કરવામાં આવી છે. તેમ કોઠારી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું હતું.

આ સિવાય મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેનો પણ ભાવિ ભક્તો લ્હાવો લઈને ધન્યતા અનુભવી રહ્યા છે.