ગુજરાતના આ મંદિરમાં ચાલે છે શ્રી કૃષ્ણનો શ્વાસ! જાણો ક્યાં આવેલું છે અને શું છે રહસ્ય

Swaminarayan Gopinath temple: ભલે તમને આશ્વર્યજનક લાગતું હોય પરંતુ આ ખરેખર સાચું છે. કહેવામાં આવે છે કે આ મૂર્તિ એક જીવીતિ મૂર્તિ છે એટલે કે તેની અંદર શ્રી કૃષ્ણના શ્વાસ ચાલે છે. આ અનોખું મંદિર ઘરપુર ગુજરાતમાં છે આ મંદિરનું નામ સ્વામી નારાયણ ગોપીનાથ મંદિર(Swaminarayan Gopinath temple) છે.

આ ઘડિયાળ સેલથી નહીં પણ પલ્સ રેટ પર ચાલે છે
સ્વામીનારાયણ ગોપીનાથ મંદિરમાં ઠાકુરજીની એક મૂર્તિ છે. ઠાકુરજીની આ મૂર્તિ કાંડા પર એક ઘડિયાળ બધેલી છે. ઠાકોરજીના કાંડા પર આ ઘડિયાળ આશરે 50થી પણ વધારે વર્ષ પહેલા એક અંગ્રેજોએ બાંધી હતી. જ્યારે તેને ખબર પડી કે ઠાકુરજીની મૂર્તિમાં પ્રાણ છે,

તો સત્ય તપાસવા માટે ઠાકોરજીના કાંડા પર આ ઘડીયાળ બાંધી દીધી. આ ઘડિયાળ સેલથી નહીં પણ પલ્સ રેટ પર ચાલે છે. આ ઘડિયાળ 50 વર્ષથી ચાલી રહી છે અને હજુ પણ સાચો સમય જણાવે છે. જ્યારે ઠાકોરજી શ્રૃંગારના સમયે ઘડિયાળ ઉતારે છે, ત્યારે તે બંધ થઈ જાય છે. ઠાકોરજીના હાથમાં મૂકતાની સાથે જ તે ફરી ચાલવા લાગે છે.

અહીંયા માનતા પૂરી થાય છે
અહીં દરરોજ 9 ઝાંખીઓ હોય છે સવારે 4:00 વાગ્યાથી લઇને પૂજાની તૈયારી શરૂ થઇ જાય છે. અહીંયા ધૂપ, સિંગર, રાજભોગ, સાંજના સમયે ફરીથી ધૂપ, ગ્વાલ, સંધ્યા, ઉલવાઇ અને શયન ઝાંખી હોય છે. અહેંની માન્યતા છે જે પણ અહીં માનતા માંગે છે તેમની માનતા પુરી થાય છે.

મંદિરનો ઇતિહાસ
ગઢડામાં આવેલું આ મંદિર છ મંદિરોમાંનું એક છે, જે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સ્વામિનારાયણની દેખરેખ હેઠળ બાંધવામાં આવ્યું હતું. ગઢડા ખાતેના આ મંદિરના નિર્માણ માટેની જમીન ગઢડા તે દાદા ખાચરના દરબાર દ્વારા દાનમાં આપવામાં આવી હતી. દાદા ખાચર અને તેમનો પરિવાર સ્વામિનારાયણના ભક્ત હતા. તેમના પોતાના નિવાસસ્થાનના પ્રાંગણમાં મંદિર બનાવ્યું હતું. મંદિરના કાર્યનું આયોજન અને અમલીકરણ સીધું સ્વામિનારાયણના પરામર્શ અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ બાંધકામની દેખરેખ રાખતા હતા અને પથ્થરો અને મોર્ટાર ઉપાડીને મંદિરના નિર્માણમાં મેન્યુઅલ સેવામાં પણ મદદ કરતા હતા.