VIDEO: શ્રી લેરાઈ જાત્રાના દેવી મંદિરમાં નાસભાગ થતાં 7 શ્રદ્ધાળુઓના પ્રાણ પંખીડા ઉડ્યા, 50થી વધુ ઘાયલ

Shirgao Jatra Stampede: ગોવાના શિરગાંવમાં આયોજિત શ્રી લૈરાઈ યાત્રા દરમિયાન અકસ્માત સર્જાયો છે. શુક્રવારે મોડી રાત્રે યાત્રા દરમિયાન થયેલ ભાગદોડમાં 7 લોકોના (Shirgao Jatra Stampede) મોત થયા છે અને 30 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું નાસભાગ દરમિયાન પરિસ્થિતિ અત્યંત ભયાનક બની ગઈ હતી અને લોકો એકબીજા પર પડીને બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા.જોકે, આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જ્યારે ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

તબીબી સુવિધાઓ પૂરી પાડવા નિર્દેશ આપ્યો
આ ઘટનાની જાણ થતાં જ ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે ઉત્તર ગોવા જિલ્લા હોસ્પિટલ અને બિચોલિમ હોસ્પિટલની મુલાકાત લીધી. મુખ્યમંત્રીએ ઘાયલોને મળ્યા અને તેમની સારવાર અંગે પૂછપરછ કરી અને અધિકારીઓને તમામ જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવા નિર્દેશ આપ્યો.

ભાગદોડ પાછળનું કારણ અકબંધ
અધિકારીઓએ હજુ સુધી નાસભાગ પાછળના કારણની સત્તાવાર પુષ્ટિ કરી નથી પરંતુ પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે આ અકસ્માત ભીડભાડ અને યોગ્ય વ્યવસ્થાના અભાવે થયો હતો. ઘટના સંબંધિત વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. આ પ્રસંગે ગોવાના સીએમ પ્રમોદ સાવંતે ઘાયલોની હાલત જાણવા માટે હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

મંદિરમાં 1000 પોલીસકર્મીઓ તૈનાત
શુક્રવારે શરૂ થયેલી શ્રી દેવી લૈરાઈ યાત્રા દરમિયાન આ નાસભાગ મચી ગઈ હતી. જેમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો. યાત્રા માટે લગભગ 1,000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. વહીવટીતંત્ર સંપૂર્ણપણે સતર્ક હતું. ભીડની ગતિવિધિઓનું હવાઈ નિરીક્ષણ કરવા માટે ડ્રોન પણ તૈનાત કરવામાં આવ્યા હતા. આ પહેલા શુક્રવારે મુખ્યમંત્રી સાવંત, તેમના પત્ની સુલક્ષણા, રાજ્યસભાના સાંસદ સદાનંદ શેટ તનાવડે અને ધારાસભ્યો પ્રેમેન્દ્ર શેટ અને કાર્લોસ ફરેરાએ સ્થળની મુલાકાત લીધી હતી.