ન્યૂઝીલેન્ડ સામે શુભમન ગિલની તુફાની બેવડી સદી, કોહલી-બાબરને પાછળ છોડી Shubman Gill બન્યો નંબર 1

IND v NZ 1st ODI: ભારતીય ટીમના યુવા બેટ્સમેન શુભમન ગિલે (Shubman Gill) ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારી છે. હૈદરાબાદમાં ન્યુઝીલેન્ડ સામે રમાઈ રહેલી મેચમાં ગિલ વનડેમાં બેવડી સદી ફટકારનાર 5મો ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા રોહિત શર્મા, સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને ઈશાન કિશન પણ ભારત માટે વનડેમાં બેવડી સદી ફટકારી ચુક્યા છે.

145 બોલમાં પૂરી કરી બેવડી સદી
Shubman Gill એ 145 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી. તે 149 બોલમાં 208 રન બનાવીને આઉટ થયો હતો. ગિલે આ ઇનિંગમાં 9 સિક્સર અને 19 ફોર ફટકારી હતી. ભારતીય ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં તે આઉટ થયો હતો. હેનરી શિપલીને તેની વિકેટ મળી હતી.

ટોસ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો જે શરૂઆતમાં અસરકારક સાબિત થયો પરંતુ પછી ભારતીય ટીમે સતત વિકેટો ગુમાવી. પરંતુ યુવા ઓપનર શુભમન ગિલ એક છેડે સુધી મક્કમ રહ્યો અને તેણે વનડે કારકિર્દીની ત્રીજી અને સતત બીજી સદી પૂરી કરી. આ પહેલા શ્રીલંકા સામેની વનડે શ્રેણીની છેલ્લી મેચમાં શુભમન ગીલે સદી ફટકારી હતી. તેની સદી બાદ શુભમન ગિલે વિરાટ કોહલી અને બાબર આઝમના મોટા રેકોર્ડને પણ પાછળ છોડી દીધા છે.

ODI કારકિર્દીમાં સૌથી ઝડપી 1000 રન બનાવવાની યાદીમાં Shubman Gill ત્રીજા નંબરે આવી ગયો છે. Shubman Gill એ 19 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી છે જ્યારે પાકિસ્તાનનો ફખર ઝમાન પ્રથમ અને ઇમામ-ઉલ-હક બીજા સ્થાને છે. આધુનિક ક્રિકેટના મહાન બેટ્સમેન વિરાટ કોહલી અને બાબર આઝમ પહેલા શુભમન ગીલે આ મોટો રેકોર્ડ હાંસલ કર્યો છે. વિરાટ કોહલીએ 24 ઇનિંગ્સમાં અને બાબર આઝમે 21 ઇનિંગ્સમાં વનડે કરિયરમાં 1000 રન પૂરા કર્યા હતા.

Shubman Gill સૌથી ઝડપી 1000 ODI રન પૂરા કરનાર પ્રથમ ભારતીય બન્યો
જો ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો શુભમન ગીલે ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. શુભમન ગિલ પહેલા આ રેકોર્ડ વિરાટ કોહલી અને શિખર ધવનના નામે સંયુક્ત રીતે હતો. જો કે વિરાટ કોહલી અને શિખર ધવને 24 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી પરંતુ કોહલીએ બે વર્ષમાં 1000 રન બનાવ્યા હતા, જ્યારે શિખર ધવનને 1000 રનના આંક સુધી પહોંચવામાં 3 વર્ષથી વધુ સમય લાગ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *