એક તરફ જ્યાં કોરોના મહામારીને લીધે lockdown ચાલી રહ્યું છે અને સોશિયલ distanceના નિયમો નું પાલન કરવાના આદેશ આપવામાં આવ્યા છે. એવામાં કપૂરથલાના એક ગેસ્ટ હાઉસમાં દેહ વ્યાપારના અડ્ડા પર પોલીસે છાપો મારી છોકરા-છોકરીઓને પકડ્યા છે.
પંજાબની કપૂરથલા પોલીસે શુક્રવારે lockdown દરમિયાન એક કોમ્પ્લેક્ષમાં ચાલી રહેલા ગેસ્ટ હાઉસમાં રેડ કરી. અહીંયાથી બે છોકરીઓ એક છોકરી અને એક ગેસ્ટ હાઉસનો માલિક પકડાઈ ગયા છે. જ્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તો શટર બંધ હતું અને અંદર ગોરખધંધો ચાલી રહ્યા હતા.
પોલીસ શટર ઉઠાવી જ્યારે અંદર ઘૂસી તો ગેસ્ટ હાઉસનો માલિક પણ અંદર જ હતો. પોલીસે રૂમની તપાસ કરી તો એક રૂમમાં બે છોકરીઓ અને એક છોકરો દેખાયા. પોલીસને આવતી જોઈ તમામ લોકો જલ્દી જલ્દી કપડાં પહેરવા લાગ્યા.
ત્યારબાદ પોલીસે બીજા રૂમની પણ શોધખોળ કરી. અને ત્યાં હાજર માલિક પાસે જુના સીસીટીવી ફૂટેજની પણ શોધખોળ કરી, તો તેમાં પણ સંદિગ્ધ ગતિવિધિઓ જોવા મળી. ત્યારબાદ પોલીસ તેને પણ પોતાની સાથે લઇ ગઇ.મળતી જાણકારી અનુસાર આ કોમ્પલેક્ષ નો બીજો એક માલિક દિલ્હીના રોહિણીમાં રહેનારો એક અધિકારી છે.
સિટી પોલીસ સ્ટેશન પ્રભારી હરજીંદર સિંઘે જણાવ્યું કે પહેલા પણ આ ગેસ્ટ હાઉસ ની ફરિયાદ આવી હતી. આજે ઘટનાસ્થળ પર રેડ મારી તેમને પકડી લેવામાં આવ્યા છે. પકડાયેલા લોકોમાં બે છોકરીઓ, એક છોકરો અને એક ગેસ્ટ હાઉસનો માલિક હતો. તેમના પર કર્ફ્યું ના ઉલ્લંઘનનો કેસ પણ નોંધવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news