ગુજરાતના સુરતમાં ગત રોજ લિંબાયતમાં સુવર્ણપ્રાશ દવા પીધા બાદ 4 માસની બાળકીનું શંકાસ્પદ મોત નિપજ્યું હતું અને ત્યારબાદ તે વિસ્તારના અન્ય બાળકોને પણ સિવિલ લવાયા હતા. બાળકોને કોઈ અસર ન હોવાથી રજા આપી દેવાઈ હતી. જોકે, આજે ફરી આ સુવર્ણપ્રાશ દવા પીધા બાદ બાળકોને આડઅસર થતા ઝાડા-ઉલટી થઈ હોવાનું સામે આવ્યું છે. પલસાણામાં 140 જેટલા બાળકોને આ દવા પીવડાવવામાં આવી હતી. જે પૈકી કેટલાક બાળકોને આડઅસર થઈ હોવાનું જાણવા મળ્યું છે. હાલ તમામ બાળકોને અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
લિંબાયત, સંજયનગરમાં સુવર્ણપ્રાશન નામની દવા બોટલમાંથી બે ટીપા પીવડાવ્યાં બાદ પાંચ માસની બાળકી મોતને ભેટી હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો. આ ઘટના બાદ લિંબાયત વિસ્તારના ભયભીય વાલીઓ ૨૩ જેટલા બાળકો સાથે સિવિલમાં દોડી આવ્યા હતા. મૃતક બાળકીનો પીએમ રિપોર્ટ પેન્ડિંગ રહેતા મૃત્યુ પાછળનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે. સુરતના પલસાણામાં ત્રણ બાળકોને દવાની આડઅસર થતાં હોસ્પિટલ ખસેડાયા. રોગ પ્રતિકારક માટે દવા પીવડાવી હતી જેની આડઅસર થઈ હોવાની શંકાને પગલે 140 બાળકોને આ દવા પિવડાવવામાં આવી હતી તે તમામ બાળકોના માતા-પિતામાં ફફડાટ પેસી ગયો છે.
અલગ અલગ હોસ્પિટલમાં બાળકોની સારવાર
મળતી માહિતી પ્રમાણે, પલસાણામાં બગુમરા ગામમાં આવેલી સાંઈ વાટીકા સોસાયટી સહિતની આસપાસની સોસાયટીના 140 જેટલા બાળકોને સુવર્ણપ્રાશ નામની દવા આપવામાં આવી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. દરમિયાન આજે 140 બાળકોમાંથી કેટલાક બાળકોને દવાની આડઅસર થઈ હતી. ઝાડા-ઉલટીઓ થવા લાગતા બાળકોને લઈને વાલીઓ હોસ્પિટલ દોડી ગયા હતા. હાલ કેટલાક બાળકોને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
બાળકીના મોત બાદ અન્ય માતાઓ બાળકોને લઈને હોસ્પિટલ પહોંચી હતી
લિંબાયતમાં અજાણી વ્યક્તિ પાસેથી અન્ય રહીશોએ પણ પોતાના બાળકોને સુવર્ણપ્રાશ દવાના ટીપા પીવડાવ્યા હોવાથી તેઓ ગભરાયા હતા અને પોતાના બાળકોને તપાસ માટે સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં બાળકોનુ એક્ઝામીનેશન કરાયું હતું. જરૂર જણાશે તો બાળકોને દાખલ કરવાની પણ તૈયારી દર્શાવાઈ હતી. જોકે બાળકોને કોઈ તકલીફ ન હોવાનું તેમના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્ર, ચોપડાનો વતની મુકેશ પાટીલ પરિવાર સાથે લિંબાયત, સંજયનગરમાં રહે છે. રિંગરોડની માર્કેટમાં નોકરી કરતા મુકેશની પાંચ માસની પુત્રી કિશોરી માટે મંગળવારે બપોરે તેની પત્ની જીજાબાઈએ સુવર્ણપ્રાશન નામની દવાની બોટલ લીધી હતી. આ દવા વેચવા આવેલા યુવકો પાસેથી સ્થાનિક વિસ્તારની મહિલાઓને દવા લેતા જોઈ જીજાબાઈએ પણ પુત્રી કિશોરી માટે રૂપિયા ૧૨૦ આપી દવાની બોટલ લીધી હતી. દરમિયાન બુધવારે સવારે કિશોરી મોતને ભેટી હતી. મુકેશ સહિતના પરિવારના સભ્યોએે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, દવાના ટીપા પીવડાવ્યાં બાદ કિશોરીની તબિયત લથડી ગઈ હતી. રાત્રીના એકાદ વાગ્યાથી તેણીએ રડવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ બુધવારે સવારે કિશોરીને સિવિલમાં ખસેડાતા તબીબોએ મૃત ઘોષિત કરી હતી. એકની એક પુત્રીના અકાળે મોતને પગલે પરિવારજનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે.
વિસ્તારમાં ભયનો માહોલ
ગત રોજ લિંબાયતમાં આ જ દવા સુવર્ણપ્રાશ પીધા બાદ એક 4 માસની બાળકીનું મોત નિપજ્યું હતું. દરમિયાન આજે બાળકોને સુવર્ણપ્રાશ દવાથી આડઅસર થતા માતા-પિતાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
બગુમરા કે પલસાણામાં અમારો કોઈ કેમ્પ ન હતો
સુવર્ણપ્રાશ દવાના ઉત્પાદક પ્રોપરાઈટર બ્રિજલાલ તિવારીએ જણાવ્યું હતું કે, અમારી દવા એકદમ આયુર્વેદિક અને સરકાર માન્ય છે. અમે પલસાણા કે બગુમરામાં કોઈ કેમ્પ યોજ્યો જ નથી. અમારી દવાની કોઈ આડ અસર ન થતી હોવાનું પણ અમે કહીંએ છીએ. હજુ બાળકીના મૃતદેહના સેમ્પલ એફએસએલમાં તપાસમાં મોકલવામાં આવ્યાં છે. પલસાણાના બગુમરામાં બાળકોને થયેલા ઝાડા ઉલટી ક્યા કારણોસર થયા તે અમને ખબર નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.