મેયર કરી રહ્યા હતા “તુલસી વિતરણ” પરંતુ બેદરકારીથી થઈ ગયો “કોરોના વિતરણ”- આટલા લોકોનો લેવાયો ભોગ

સમગ્ર ભારતમાં કોરોનાથી સરેરાશ મોતના આંકડાઓમાં અમદાવાદ ટોપ ઉપર છે ત્યારે અમદાવાદ વારંવાર જાહેર કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. કોરોના મહામારીમાં માસ્કને સેનીટાઇઝર સાથે જીવન જીવવાની…

સમગ્ર ભારતમાં કોરોનાથી સરેરાશ મોતના આંકડાઓમાં અમદાવાદ ટોપ ઉપર છે ત્યારે અમદાવાદ વારંવાર જાહેર કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. કોરોના મહામારીમાં માસ્કને સેનીટાઇઝર સાથે જીવન જીવવાની પદ્ધતિ બદલવી પડશે આ શબ્દો સરકારના છે પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક એવા મેયર બીજલ પટેલ કદાચ આ વાતને ભૂલી ગયા છે. અમદાવાદ શહેરમાં એક તરફ કોરોનાને કારણે મહામારી ચાલી રહી છે તો બીજી તરફ નેતા દ્વારા સરકારી કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા મંગલમૂર્તિ અપાર્ટમેન્ટ આમ તો કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે મેયર બેન ન માન્યા તે ન જ માન્ય અને હવે 5મી જૂનના તુલસી રોપા વિતરણ કાર્યક્રમ બાદ નારણપુરાના કોર્પોરેટર સાધનાબેન અને તેમના બે પરિજનો કોરોનાનો ભોગ બન્યા છે.

નારણપુરાના કોર્પોરેટર સાધનાબેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો તેમના પરિવારના બીજા 2 સભ્યોનો રિપોર્ટ પણ પોઝિટિવ છે. મેયર દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. તુલસી રોપાના કાર્યક્રમમાં બીજા કોર્પોરેટર પણ હાજર હતા. મળતી માહિતી અનુસાર, કારણ કે, આજદિન સુધી અપાર્ટમેન્ટમાં દરરોજના એક કે બે કેસ આવે છે છતાં પાંચમી જૂનના રોજ પર્યાવરણ દિન નિમિત્તે અમદાવાદ શહેરના મેયર બિજલ પટેલ દ્વારા તુલસી છોડ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો જે ગંભીર બેદરકારી કહી શકાય. આ બેદરકારીનો ભોગ નારણપુરા વિસ્તારના કોર્પોરેટર સાધનાબેન ને બનવું પડ્યું છે.

5મી જૂનના રોજ તુલસી વિતરણ કાર્યક્રમમાં નારણપુરા વિસ્તારના કાઉન્સિલર સાધનાબેન જોડાયા હતા.આ દરમિયાન તેઓ પણ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોઈ શકે છે જેને કારણે સાધનાબેન અને તેમનો પરિવાર છે હાલ કોરોના પોઝિટિવ આવ્યા છે. તુલસી રોપના કાર્યક્રમમાં નારણપુરા વિસ્તારના માત્ર બે નહીં પરંતુ અન્ય કાઉન્સીલરો પણ હાજર હતા જેને કારણે આશંકા વર્તાઈ રહી છે કે અન્ય કાઉન્સેલર પર આવી શકે છે.

અમદાવાદ શહેરમાં નારણપુરા ભાજપી કોર્પોરેટરનો કોરોના પોઝિટિવ સાધનાબેન જોષી

અમદાવાદ શહેરમાં નારણપુરા ભાજપી કોર્પોરેટરનો કોરોના પોઝિટિવ આવતા AMC શાસકોમાં હડકંપ મચ્યો છે. 5 જુનના કાર્યક્રમમાં સાધનાબેન જોષી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મેયર, ડે.મેયર, કારોબારી ચેરમેન, શાસક પક્ષ નેતા, દંડક અને પૂર્વ મેયર પણ ઉપસ્થિત રહ્યા હતા. નવી ગાઈડલાઈન મુજબ, હાલ તંત્ર દ્વારા સાધના જોશીના એક સપ્તાહ જૂના સંપર્કોને કોન્ટેકટ ટ્રેસિંગ કરાઈ રહ્યું છે. સાધનાબેનનો ટેસ્ટ ક્યારે કરાયો તે અંગે મેયર સહિતના આગેવાનોએ તપાસ શરૂ કરી છે. 5 થી 12 જૂન વચ્ચે ટેસ્ટ થયો હોય તો આ તમામ શાસકોને ક્વોરેન્ટાઈન થવું પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *