પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના(Ujjwala Yojana 2.0) હેઠળ કેન્દ્ર સરકાર(Central Government) દ્વારા માત્ર ૧૦૦ રૂપિયામાં ગેસ કનેક્શન(Gas connection) આપીને આપ વખાણ તો મેળવી લીધા છે. એટલું જ નહીં, મોટા ઉપાડે ગરીબ પરિવારની મહિલાઓને ચૂલો ફુંકવામાંથી મુક્તિ આપી દેવાની વાતો પણ કરવામાં આવી હતી. પરંતુ વાસ્તવિક જોવા જઈએ તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પછી પણ અનેક મહિલાઓ ફરી વખત ચુલા શરુ કરવા માટે મજબુર બની ગઈ છે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સરકાર દ્વારા મામૂલી રકમમાં ગેસ કનેક્શન આપી દીધા તે સત્ય છે. જોકે હવે આવા ગરીબ પરિવારો ગેસ કનેક્શન ધારક હોવાથી તેમને કેરોસીન આપવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. જ્યારે બીજી બાજુ ગરીબ પરિવાર ગેસ સિલિન્ડર લઇ શકે તેવી આર્થિક હાલત ધરાવતો ન હોવાથી મુશ્કેલીમાં મુકાયો છે.
આમાં આશરે 65 ટકા જેટલા પરિવારો છે કે, જેમને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લીધો હતો, તેથી તેઓ ફરીથી સિલિન્ડર પણ ભરાવી શક્યા નથી. હવે આ તમામ લોકોને કેરોસીન પણ મળવાનું બંધ થય ગયું છે એટલે હવે તેમના પરિવારની મહિલાઓ, માતા, બહેનોને ચૂલા ફૂંકવા મજબુર બની છે. ત્યારે સરકાર દ્વારા અમલ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની આડઅસર અસહ્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, ખેડા જિલ્લામાં પણ યોજના હેઠળના આશરે 65 થી 70 ટકા સિલિન્ડર ફરીથી ભરવામાં આવ્યા નથી.
કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની આડમાં કેરોસીન બંધ કરીને અન્ય જગ્યાએ તેને વેચવામાં આવી રહી છે. હવે ગરીબ પરિવારો ઉપરાંત તમામ કાર્ડ ધારકોને ગેસ કનેક્શન ધરાવતા ન હોય તો તેમને પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે. સરકાર સબસીડી બચાવવા માટે કેરોસીન બંધ કરીને અને તમામ લોકોને ગેસ કનેક્શન આપી છે. જોકે આનાથી આર્થિક રીતે નબળા પરિવારોને ફરીથી ચૂલો ફુંકવો માટે મજબુર બની ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.