મેઘરાજાની તોફાની બેટિંગ- વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતના આ વિસ્તારમાં એક જ રાતમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ

સુરત (ગુજરાત): હવામાન વિભાગ (Meteorological Department) ની આગાહી પ્રમાણે સુરત (Surat) તથા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ (Heavy rain) વરસી રહ્યો છે ત્યારે મોડિરાત્રે વીજળીના…

સુરત (ગુજરાત): હવામાન વિભાગ (Meteorological Department) ની આગાહી પ્રમાણે સુરત (Surat) તથા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ (Heavy rain) વરસી રહ્યો છે ત્યારે મોડિરાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. શહેરના વરાછા (Varacha) ઝોનમાં ફક્ત 10 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

આની સાથે-સાથે જ વરાછા તથા કામરેજમાં પણ અતિભારે વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. આની સાથે જ હાઈ-વે પર પાણી ફરી વળતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જયારે ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત રહેતા 342 ફૂટની સપાટી નોંધાઈ છે.

વાહનચાલકો અટવાયા:
સમગ્ર શહેરમાં મોડી રાતથી જ વરસાદી માહોલ જામ્યો હતો. રાત્રીએ સમગ્ર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદ ખાબક્યો હતો. રાતથી જ શરુ થયેલ વરસાદ સવારમાં પણ શરુ જ રહ્યો હતો. જેને કારણે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.

જયારે બીજી બાજુ વરસાદને લીધે હવામાનમાં ઠંડક પણ પ્રસરી જવા પામી હતી. વરસાદને લીધે સવારમાં નોકરીએ જતા તથા શાળાએ જતા વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા. શહેરના પર્વત ગામ નજીક રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને ભારે અસર પડી હતી. અહી રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

ઝૂપડાંઓમાં પાણી ઘૂસ્યા:
કામરેજમાં આવેલ દાદા ભગવાન મંદિર નજીક ભરચક પાણી ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારોનાં ઝૂંપડપટ્ટીની ઘરવખરીને પણ નુકશાન થયું હતું. નાના બાળકો તેમજ મહિલાઓએ ઘરની બહાર રહેવાની ફરજ પડી હતી. એક જ સ્થળે વરસાદી પાણીનો અન્ય ગંદુ દૂષિત પાણી પણ એકત્ર થતાં આ વિસ્તારમાં રોગચાળો ફેલાવવાની દહેશત સેવાઇ રહી છે.

હાઈ-વે પર પાણી ફરી વળ્યાં:
સુરતનાં કડોદરા હાઈવે પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. અહી ખુબ લાંબી વાહનોની કતારો પણ જોવા મળી હતી. કલાકો સુધી લોકો ટ્રાફિક જામમાં ફસાયા હોવાનું પણ જાણવા મળ્યું હતું. જયારે આ ટ્રાફિકજામમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. અતિભારે વરસાદને લીધે અહી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. હાઈવે પર વરસાદી પાણી ભરાઇ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ઉકાઈની સપાટીમાં થયો વધારો:
આ બાજુ ઉકાઈ ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે ત્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ પહોંચી ગઈ છે જયારે હાલમાં ઉકાઈ ડેમની સપાટી 342 ફૂટ સુધી પહોચી ગઈ છે. ડેમમાં પાણીની આવક 50,000 કયુસેક નોંધાઈતા ડેમમાંથી 1,100 કયુસેક પાણી છોડી દેવામાં આવ્યું છે.

આની ઉપરાંત શહેરમાં આવેલ તેમજ રાંદેર કતારગામને જોડતા વિયરકમ કોઝવે પણ ઓવરફલો થઈ ગયો છે. કોઝવેની સપાટી 6 મીટરને પાર કરી જ્ય્તા 6.62 મીટર સુધી પહોચી ગઈ છે ત્યારે કોઝવે ઓવરફલો થતા વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *