વાવાઝોડાને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય: 55ની ઝડપે આવશે વાવાઝોડું, ગુજરાત સહીત 18 રાજ્યોમાં વરસાદના સંકેત

Gujarat Forecast News: દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અને કરા પડવાની શક્યતા જોવામાં આવી રહી છે. જેના કારણે આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાતના (Gujarat Forecast News) ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો , કચ્છના ભાગો સહિત અન્ય પૂર્વીય ગુજરાતના ભાગમાં સવારના સમયે સહેજ ઠંડી આવી શકે છે. માર્ચ માસમાં ઉપરા ઉપરી વેસ્ટન ડિસ્ટબન આવતા હવામાનમાં ફેરફાર થવાની શક્યતાઓ રહેલી છે. ફરી એકવાર દેશમાં હવામાનની પેટર્ન બગડી છે. ઘણા રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદ થઈ રહ્યો છે અને જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. પશ્ચિમ ઉત્તર ભારતમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે.

રાજ્યમાં આવતા વાવાઝોડાને લઈ રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. દરિયાકાંઠાના 50 કિમીના વિસ્તારમાં વીજ લાઈનોમાં મોટાપાયે ફેરફાર થશે. 50 કિમી જેટલા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નાખવામાં આવશે. કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને વહેલીતકે વીજ લાઈનનું કામ પૂર્ણ કરાશે. છેલ્લા 2 વાવાઝોડામાં મોટાભાગે વીજપોલ પડી જતા અંધારપટ છવાયો હતો. બિપરજોય વાવાઝોડા બાદની પરિસ્થિતિ બાદ મુખ્યપ્રધાને સૂચના આપી હતી. CMના સૂચનથી અંડરગ્રાઉન્ડ કામનો નિર્ણય લેવાયાની ઉર્જા પ્રધાને માહિતી આપી.

ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરાઈ
દેશમાં હવામાનમાં ફેરફાર જોવા મળી રહી છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાએ તબાહી મચાવી છે. ફરી એકવાર ચક્રવાતી તોફાન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તાપમાન પણ ઘટશે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે.

માર્ચ એપ્રિલ માસમાં વેસ્ટર્ન ડિસ્ટબન આવતા રહેશે
આ વખતે માર્ચ એપ્રિલ માસમાં વેસ્ટર્ન ડિસ્ટબન આવતા રહેશે. 4 માર્ચથી દિવસના ભાગમાં ગરમીનો અહેસાસ થશે. 7 માર્ચ સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમા મહત્તમ તાપમાન 36 ડિ.ગ્રીની આસપાસ રહેશે. કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન 32 ડીગ્રી આસપાસ રહેશે. ઉત્તર-સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 34 ડિગ્રી આસપાસ રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહેશે. જૂનાગઢ ભાગોમાં પણ 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહેશે. વલસાડના ભાગોમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ રહેલી છે.

50 કિમીની ઝડપે પવન ફૂંકાશે
દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને અન્ય દક્ષિણ-પૂર્વ ઉત્તરપ્રદેશમાં ચાઈક્લોનિક સર્કુલેશન સ્થિત છે, જે દક્ષિણ-પૂર્વ યુપીથી મધ્ય મહારાષ્ટ્રના મધ્ય ભાગોમાં નીચા દબાણનું કારણ બને છે. તેની અસરને કારણે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 1 માર્ચે પણ ગાજવીજ અને વીજળી સાથે ભારેથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. આ દિવસે ઉત્તરપ્રદેશ અને બિહારમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદ પડશે. ઉત્તર-પૂર્વ છત્તીસગઢમાં કરા પડશે.

ઉત્તર પશ્ચિમ ભારતમાં તાપમાન ઘટશે
વરસાદ અને હિમવર્ષાને પગલે ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી 2 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 3-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે, પરંતુ મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. મધ્ય ભારતમાં આગામી 3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં.