નીતિન પટેલની હાજરીમાં CR પાટીલની ઉમિયા મંદિરમાં કરાઈ રજતતુલા- સોસીયલ ડિસ્ટન્સના ઉડાડ્યા ધજાગરા 

રાજ્યનાં પ્રદેશ ભાજપનાં અધ્યક્ષ C.R.પાટીલનું ઊંઝા શહેરમાં ભાજપનાં કાર્યકરો તથા નેતાએ રેલીની સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિર દ્વારા પાટીલની રજતતુલા કરવામાં આવી હતી. જો,…

રાજ્યનાં પ્રદેશ ભાજપનાં અધ્યક્ષ C.R.પાટીલનું ઊંઝા શહેરમાં ભાજપનાં કાર્યકરો તથા નેતાએ રેલીની સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિર દ્વારા પાટીલની રજતતુલા કરવામાં આવી હતી. જો, કે અહીં પણ અંબાજી, પાલનપુર તથા પાટણની માફક સામજિક અંતરનાં નિયમનાં ધજાગરા ઉડાડવામાં આવ્યા હતાં.

પાટીલ ઉત્તર ગુજરાત પ્રવાસનાં આજે બીજા દિવસે પણ પાટણ જિલ્લાની મુલાકાત પૂર્ણ કરીને ઊંઝાથી મહેસાણા જિલ્લામાં પહોંચ્યા હતાં. આજનાં પ્રવાસ દરમિયાન ઊંઝા તેમજ મહેસાણામાં સામાજિક અંતરનાં ધજાગરા ઉડી રહ્યાં હોય એવું જોવાં મળ્યું હતું.

કડવા પાટીદારોનાં કુળદેવી ઉમિયા માતાજીનાં મંદિરમાં પૂજા અર્ચન કર્યા પછી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા પાટીલની રજતતુલા કરવામાં આવી હતી. જેમાં કુલ 96 કિલો ચાંદીની તુલા કરી હતી, જેનાં પૈકી કુલ 51 કિલો ચાંદી પાટીલે ઉમિયા માતાજી સંસ્થાનને અર્પણ કરી હતી.

ત્યારપછી અહીં યોજાયેલ કાર્યક્રમમાં એમણે ભાજપનાં કાર્યકરોને સંબોધન કરીને પક્ષનાં સંગઠનને વધારે મજબૂત કરવાં કામ પર લાગી જવા માટે હાંકલ કરવામાં આવી હતી. આ સમયે એમની સાથે DyCM નીતિન પટેલ પણ હાજર રહ્યા હતાં. પાટીલ ઊઝાથી રવાના થઈને મહેસાણા ખાતે આવ્યાં હતાં.

અહીં ભાજપનાં કાર્યકરો દ્વારા અભૂતપૂર્વ સામૈયું તેમજ સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. પાટીલે સમાજનાં અગ્રણીઓ, વેપારીઓ સહિત બેઠક કર્યાં પછી પક્ષનાં કાર્યકરોની સાથે પણ બેઠક કરવામાં આવી હતી.ભાજપ અધ્યક્ષ CR પાટીલે સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન લેઉવા પાટીદારોનાં કુળદેવી કાગવડમાં આવેલ ખોડીયાર માતાજીનાં મંદિરની મુલાકાત કરવામાં આવી હતી.

કારણ કે સૌરાષ્ટ્રમાં પાટીદારોનું જબરદસ્ત વર્ચસ્વ રહેલું છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ખાસ્સું એવી ખોટ આ વિસ્તારમાં ભોગવવી પડી હતી. વળી કોંગ્રેસે કાર્યકારી અધ્યક્ષ તરીકે પાટીદાર અનામત આંદોલનનાં નેતા હાર્દિક પટેલને મુકતાં તેમજ ભાજપમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે પાટીદારને જ નિમણૂક કરવામાં આવશે.

એવી ગણતરીની વચ્ચે બિનગુજરાતી CR પાટીલની પસંદગી થતાં પાટીદારો અંદરખાને ઘણાં નારાજ છે, એ દષ્ટિએ પાટીદારોની નારાજગી તોડવાં માટે પ્રથમ કાગવડ તેમજ આજે ઉતર ગુજરાતનાં પ્રવાસ દરમિયાન ઊંઝામાં આવેલ ઉમિયા માતાજીનાં મંદિરની ખાસ મુલાકાત લેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *