ઝારખંડના સિમડેગા જિલ્લાના કુરડેગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવતીની હત્યા કરાઈ હતી. યુવતી 12 જાન્યુઆરીએ લગ્ન કરવા જઇ રહી હતી. જાણવા મળ્યું છે કે, જે છોકરા સાથે તે લગ્ન કરવા જઇ રહી હતી તે છોકરા દ્વારા તેની હત્યા કરવામાં આવી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
મંગળવારે યુવતીનો મૃતદેહ ઘાઘમુંડા માધ્યમિક શાળાની પાછળના ખેતરમાંથી મળી આવ્યો હતો. મહિલાની તીક્ષ્ણ હથિયારથી છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. માહિતી મળ્યા બાદ ગામમાં હોબાળો થયો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી અને કેસની તપાસમાં જોડાયા હતા. યુવતીના પરિવારે મંગેતર પર હત્યાનો આરોપ લગાવ્યો છે.
મૃતકની ઓળખ નુઝાલા પ્રવીણ તરીકે થઈ હતી. તે ઝિરકુંડાની રહેવાસી હતી. પરિવારના જણાવ્યા અનુસાર, તેના લગ્ન ગુમલાના અંબુઆ ગામમાં રહેતા ડેનિશ અંસારી સાથે થવાના હતા. ડેનિશ બે દિવસ પહેલા તેના ઘરે આવ્યો હતો અને યુવતીની સાથે ફરવા ગયો હતો. મંગળવારે સવારે તે ઘરે પહોંચ્યો અને કહ્યું હતું કે, નુઝાલાની લાશ ખેતરમાં પડી હતી. આ માહિતી મળતાં પરિવારજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ દરમિયાન, ડેનિશ ઘટના સ્થળેથી ભાગી ગયો હતો.
પરિવારજનોના નિવેદનના આધારે પોલીસ ડેનીશ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને કેસની તપાસ કરી રહી છે. તેની ધરપકડ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં સમગ્ર મામલો બહાર આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle