પ્રેમીએ પ્રેમમાં દગો આપ્યો તો યુવતી 125 ફૂટ ઊંચી પાણીની ટાંકી પર ચડી અને…

બોલિવીડની ફેમસ મુવી શોલેમાં ધર્મેન્દ્ર, હેમા માલિની માટે ટાંકી ઉપર ચડ્યો હતો. તેમજ અત્યારે તે જ રીતે હિમાચલ પ્રદેશનાં સિરમૌર જિલ્લામાં ઘણા ફોટા વાયરલ થયા છે. જ્યાં પ્રેમીથી દગો મળ્યા બાદ કથિત રીતે એક યુવતી પાણીની ટાંકી પર ચડી હતી. ત્યાંથી તેણે ન્યાય માટેની માંગ કરી હતી. આ આખો બનાવ શોલો મુવી જેવી જ હતી માત્ર વાત એટલી હતી કે, આ વખતે વીરુ માટે 125 ફૂટ ઊંચી પાણીની ટાંકી ઉપર ચડી હતી બસંતી.

આ વાયરલ ફોટા અનુસાર એક મહિલા પ્રેમીએ લગ્ન માટે ના પાડ્યા બાદ 125 ફૂટની ઊંચી પાણીની ટાંકી ઉપર ચડીને ન્યાય માંગતી હતી.

મહિલાનું એવું કહેવું છે કે, તેની અત્યારે એવી પરિસ્થિતિમાં થઇ ગઇ છે કે, તેને દર દરની ઠોકર ખાવાની જરૂર પડી છે. જો કે મહિલાએ પ્રેમી ઉપરાંત પોલીસ ઉપર પણ ગંભીર આક્ષેપ લગાવ્યા છે. વીડિયોમાં મહિલાએ જણાવ્યું છે કે, મેં પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. પરંતુ પોલીસે મારી કઈ પણ મદદ કરી નહિ. જેનાં લીધે મારી મુશ્કેલીઓમાં વધારો થયો છે.

મહિલાએ કહ્યું કે, તે જે યુવક સાથે પ્રેમસંબંધમાં છે તેને તે શિવ મંદિરની નજીક મળી હતી. માત્ર આ જ નહીં મહિલા પોતાનાં 2 બાળકો તેમજ પતિને છોડીને તે યુવકની સાથે રહેવાનું નક્કી કરી લીધું હતું. પરંતુ હાલ મહિલા યુવકથી એટલા માટે અલગ રહે છે કેમ કે યુવક તેને મારે છે.

વીડિયોમાં મહિલા એવું કહી રહી છે કે, આ દરેકથી ત્રાસીને તે હવે મૃત્યુને ગળે લગાવવા ઇચ્છે છે. તેમજ તેની મૃત્યુ માટે તે યુવક જ જવાબદાર છે. DSP વીર બહાદૂર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મહિલાની ફરિયાદ બાદ તેમણે યુવકની ધરપકડ કરી છે. તેમજ આ બનાવે આગળ તપાસ ચાલુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *