ગુજરાત (Gujarat) લોકગાયકોની ભૂમિ રહી ચુકી છે ત્યારે ગુજરાતના અનેકવિધ મહાન લોકગાયકો તેમજ કલાકારો ગુજરાતની પવિત્ર ધરતી પર જન્મ લીધો છે. આ સમયે લોક લાડીલા કિર્તીદાન (Kirtidan Gadhvi) ના ડાયરાઓમાં રૂપિયાનો વરસાદ હવે સામાન્ય વાત થઈ ચુકી છે. કોરોના (Corona) મહામારી પછી વિદેશની ધરતી પર કિર્તીદાન ગઢવીએ ધૂમ મચાવી દીધી છે.
હાલમાં પ્રખ્યાત લોકગાયક કિર્તીદાન ગઢવી અમેરિકાનાં પ્રવાસે છે તેમજ ગુજરાતીઓને ગરબાની મોજ કરાવી રહ્યા છે. ફરી એકવખત કિર્તીદાન ગઢવીના ગરબામાં અમેરિકામાં ડોલર ઉડ્યા છે. કિર્તીદાન ગઢવીએ હાલમાં સોશિયલ મીડિયા પર લોકડાયરાની તસવીરો અને વીડિયો શૅર કર્યા છે.
કિર્તીદાન ગઢવી હાલમાં અમેરિકાના પ્રવાસે:
આ અંગે મળી રહેલ જાણકારી મુજબ USA ના એક કાર્યક્રમમાં ગુજરાતીઓ સહીત ભારતીયોને કિર્તીદાન ગઢવીએ ગરબામાં રમઝટ બોલાવી દીધી છે. કિર્તીદાનના કંઠે ગવાયેલ ગીત તેમજ ગરબામાં ડોલરનો વરસાદ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે.
કિર્તીદાન હાલનાં ચાલુ વર્ષે નવરાત્રી USAની ભૂમિ પર સતત અલગ-અલગ શહેરમાં ગરબા મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. કિર્તીદાન ગઢવીએ અમેરિકામાં પ્રી-નવરાત્રિ કાર્યક્રમમાં રમઝટ બોલાવી હતી તેમજ કિર્તીદાન ગઢવી હાલમાં અમેરિકાના પ્રવાસે છે.
ગુજરાતીઓ મન મૂકીને રાસગરબા કર્યા હતા:
થોડા સમય અગાઉ જ એટલે કે, નવરાત્રિ પહેલા અમેરિકામાં આવેલ શિકાગોમાં પ્રી-નવરાત્રિ કાર્યક્રમમાં ગુજરાતીઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા કે, જેમાં કિર્તીદાનના ગરબાની રમઝટમાં ડોલર ઉડ્યા હતા. બાદમાં લોકગાયક કિર્તીદાન ગઢવીએ સોશિયલ મીડિયા પર લોકડાયરાની તસવીરો તેમજ વીડિયો શૅર કર્યા હતા.
અમેરિકામાં આવેલ શિકાગોમાં પ્રી-નવરાત્રિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું કે, જેમાં કિર્તીદાનને બોલાવવામાં આવ્યા હતા કે, જ્યાં ગુજરાતીઓએ ડોલરનો વરસાદ કર્યો હતો. અહીં નોંધનીય છે કે, કિર્તિદાનનો સૌપ્રથમ શો અમેરિકામાં આવેલ શિકાગોમાં યોજાયો હતો. બાદમાં ડલ્લાસ, એટલાન્ટા, હ્યુસ્ટન, ન્યુજર્સી વગેરે જગ્યાએ શો યોજાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.