વાહન ચલાવવા પર હજારોના દંડ બાદ સરકારે આ વસ્તુ પર લગાવ્યો 1 લાખનો દંડ, જાણો વિગતે

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ હરિયાણા સરકારે Single Use Plastic પર સંપૂર્ણ પાને પ્રતિબંધ લગાવી દીધો છે. માત્ર એટલું જ નહિ પરંતુ તેના ઉપયોગ…

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ હરિયાણા સરકારે Single Use Plastic પર સંપૂર્ણ પાને પ્રતિબંધ લગાવી દીધો છે. માત્ર એટલું જ નહિ પરંતુ તેના ઉપયોગ કરવા પર 1 લાખ રૂપિયોના દંડની જોગવાઈ પણ કરી દીધી છે. સાથે-સાથે જો વ્યક્તિ ઉપયોગ કરતા પકડાઈ જાઓ તો 5 વર્ષની જેલ પણ થઈ શકે છે. તેની જોગવાઈ કરવામાં આવી છે.

પંજાબ અને હરિયાણાની હાઈકોર્ટે અધિકારીઓને આદેશ આપ્યો છે કે, એવો દંડ લગાવો કે લોકો પોતાની ખરાબ આદત સુધારી નાખે. અને પર્યાવરણને બચવાના પ્રયાસ કરે.સાથે-સાથે કોર્ટે જણાવ્યું છે કે, દરેક શહેરો ફરી જીવવા લાયક બને તે માટે જરૂરી છે કે, નાગરિકો જાગૃત બને. અને જનતાને જાગૃત બનાવવા આવા કઠોળ નિર્ણયો લેવા જ પડશે.

પોલિથીન પર 1 લાખ અને કચરો ફેંકવા પર કેટલા?

કોર્ટે અધિકારીઓને આદેશ આપતા જણાવ્યું કે, તેઓ એ વાતનો વિચાર કરે કે, ગમે ત્યાં કચરો નાંખનારાઓ પર કેટલો દંડ કરવામાં આવે કે જેથી લોકોની રસ્તા પર કચરો ફંકવાની આદત સુધરે. હવે એ અધિકારીઓ પર આધાર રાખે છે કે, તેઓ ખુલ્લી જગ્યામાં અને રસ્તા પર કચરો ફેંકવાના ગુનામાં કેટલો દંડ રાખે છે.

રજાના દિવસે કામ કરાવો અને 1 મહિનાનું બોનસ આપોઃ

કોર્ટે કહ્યું, પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં એ નક્કી કરવામાં આવે કે, રજાના દિવસે પણ પાર્ક, જાહેર સ્થળો અને રસ્તાઓની સફાઈ કરવામાં આવે. કશે પણ ગંદકી જોવા ન મળે. અને જો તંત્ર ઈચ્છે તો તેઓ આના માટે દરેક સફાઈ કર્મચારીને એક મહિનાનું બોનસ પણ આપે.

સફાઈ માટે આ લોકોને ગણાવ્યા જવાબદારઃ

હાઈકોર્ટે ગંદકી પર કડક પગલું ભરતા કહ્યું કે, શહેર જીવવાલાયક રહેવું જોઈએ. સ્વચ્છ રહેવું જોઈએ. કશે પણ ગંદકી જોવા ન મળે. શહેરની ચોખ્ખુ રાખવાની જવાબદારી દરેક નિગમ આયુક્ત, DC અને EOની રહેશે. એટલું જ નહિ ભીનો અને સૂકો કચરો જુદો રાખવા માટે અલગ ડસ્ટબિન રાખવાનો પણ આદેશ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *