મોદી ભક્તિમાં લિન આ યુવાને પોતાની છાતી પર ચાકુથી ‘મોદી’ લખી નાખ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રત્યે નો પ્રેમ હવે મૂર્ખાઈ માં બદલતો જાય છે. ભારતીય જનતા પાર્ટી ભવ્ય બહુમતીથી બીજી વખત પણ જીત મેળવી એ જ દિવસે બિહારના મોતીહારી જિલ્લામાં એક યુવાને પ્રધાનમંત્રી મોદી નું નામ પોતાની છાતી પર કોતરાવી લીધું. હા, આ ટેટુ નહોતું. આમ કરવા યુવાને શરીરનો ઉપયોગ કર્યો હતો. આ યુવાન સોનુ પટેલ તરીકે ઓળખાયો છે. સોનુ પટેલ મોતીહારી જિલ્લા માં જ રહે છે. Dailyhunt ની એક ન્યુઝ મુજબ જ્યારે સોનુએ આવું કર્યું તો આસપાસના ઘણા બધા લોકો આ ઘટના જોવા માટે ભેગા થઇ ગયા હતા.

આ યુવાને ભારતીય જનતા પાર્ટીની જીતના દિવસે વહેલી સવારના પરિણામો જોતા જ મિઠાઇ વેચવાનું શરૂ કરી દીધું હતું. 2019 ની ચૂંટણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ફરી એક વખત જીત્યા હોવાથી યુવાનને ખુશીનો પાર ન રહ્યો.

તેણે પહેલા તો ફક્ત વેચી હતી પરંતુ આટલું પૂરતું ન લાગતા તેણે પ્રધાનમંત્રી મોદીની ભક્તિમાં પોતાની છાતી પર છરી વળે પ્રધાનમંત્રી નું નામ પણ લખી નાખ્યું. આમ કરવાથી તેણે ઘણી બધી ઈજા થઈ અને લોહી પણ વહેવા લાગ્યું.

“નરેન્દ્ર મોદી ભારતનું ભવિષ્ય છે. જ્યારે મોદી પોતાના દેશ માટે બધું જ ત્યાગવા તૈયાર છે, તો હું પણ મારું જીવન તેમના માટે ત્યાગવા તૈયાર છું. મોદી મારા માટે ભગવાન છે.” સોનુ પટેલે આવી વાત મીડિયાને કરી.

ભારતીય જનતા પાર્ટી અને NDA ની કુલ ૩૫૦ સીટ લોકસભામાં આવી છે. કોંગ્રેસની એકલાને ફક્ત 52 સીટ આવી છે. 1984માં એક સમય હતો જ્યારે કોંગ્રેસ પાર્ટી ઉપર બે વખત 400 સીટ જીતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *