ફેમિના મિસ ઈન્ડિયાનો(Femina Miss India) ફિનાલે ગઈકાલે રાત્રે એટલે કે રવિવારે યોજાયો હતો અને આ સ્પર્ધામાં કર્ણાટકની સિની શેટ્ટીએ(Sini Shetty) મિસ ઈન્ડિયાનો ખિતાબ મેળવ્યો હતો. સિની શેટ્ટીને ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ-2022ની વિજેતા જાહેર કરવામાં આવી હતી.
View this post on Instagram
Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત ફંક્શનમાં, જ્યાં સિનીને મિસ ઈન્ડિયાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો, તો બીજી તરફ રાજસ્થાનની રૂબલ શેખાવત ફેમિના મિસ ઈન્ડિયા-2022ની ફર્સ્ટ રનર અપ રહી હતી અને ઉત્તર પ્રદેશની શિંતા ચૌહાણ સેકન્ડ રનર તરીકે પસંદ કરવામાં આવી હતી. ત્રણેય સુંદરીઓની નિર્ણાયક પેનલમાં અભિનેત્રીઓ નેહા ધૂપિયા અને મલાઈકા અરોરા, ડીનો મોરિયા, ભૂતપૂર્વ ક્રિકેટર મિતાલી રાજ, ડિઝાઇનર રોહિત ગાંધી અને રાહુલ ખન્ના અને કોરિયોગ્રાફર શ્યામક દાવર હતા.
View this post on Instagram
રાજકુમાર રાવે મિસ ઈન્ડિયાની જાહેરાત માટે સ્પેશિયલ ગેસ્ટ અપિયરન્સ પણ આપ્યું હતું. આ શોને મનીષ પોલે હોસ્ટ કર્યો હતો. શોમાં ચાર ચાંદ લગાવા માટે, કૃતિ સેનને તેના કેટલાક ગીતો જેવા કે ‘પરમ સુંદરી’ પર ડાન્સ કર્યો હતો, આ શોમાં નેહા ધૂપિયાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, કારણ કે 20 વર્ષ પહેલા તે પણ મિસ ઈન્ડિયા બની હતી. નેહા ધૂપિયા સાથે તેનો પરિવાર પણ પહોંચ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.