રાત્રે બે પાદરી ચર્ચની સિસ્ટર સાથે માણી રહ્યાં હતાં શારીરિક સુખ અને પછી…

આજે સમગ્ર વિશ્વમાં ક્રિસમસનાં તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે એક સમાચાર સામે આવી રહ્યાં છે. કેરળમાં આવેલ કોટ્ટાયમના સેન્ટ પાયસ કોન્વેન્ટના કુલ 2 પાદરી ફાધર થોમસ કોટ્ટુર થા ફાધર જોસેલ પુથીરાકલ્લીને ચર્ચમાં નન સિસ્ટર સેફીની સાથે શારિરિક સંબંધો બાંધ્યા હતા.

કોન્વેન્ટમાં અભ્યાસ કરતી તેમજ ચર્ચમાં સેવા આપતી 21 વર્ષની સિસ્ટર અભયા એક રાત્રે ફાધર થોમસ કોટ્ટુર તથા પુથુરાકલ્લીને સિસ્ટર સેફીની સાથે પાસેના રૂમમાં શરીર સુખ માણતાં જોઈ ગઈ હતી. ફાધર કોટ્ટુરે અભયાને જોઈ લીધી હતી. અભયા એમનો પર્દાફાસ કરી દેશે એવાં ભયથી સિસ્ટર સેફી, ફાધર પુથુરાકલ્લી તથા ફાધર કોટ્ટુરે અભયાની કુહાડીથી હત્યા કરી નાંખી હતી.

આ કેસમાં કોર્ટે ફાધર થોમસ કોટ્ટુર તથા સિસ્ટર સેફીને આરોપી સાબિત કરીને હત્યાના કેસમા દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ કેસમાં સિસ્ટર સેફીની સાથે શારીરિક સંબંધો ધરાવતા ત્રીજા આરોપી ફાધર પુથુરાકલ્લીને પુરાવાના અભાવે છોડી દેવામાં આવ્યા છે.

અભયાના રહસ્યમય મોતના 28 વર્ષ બાળદ CBI ની ખાસ કોર્ટે હત્યામાં પાદરી તેમજ નનને દોષિત સાબિત કર્યાં છે. સ્પેશિયલ CBI જજ કે.સનલ કુમારે ચૂકાદો આપતાં જણાવ્યું હતું કે, બંનેની વિરુદ્ધ હત્યાના આરોપ તથાવત રહેશે. કોર્ટે જણાવ્યું હતું કે, કેથોલિક ચર્ચની સિસ્ટરની હત્યા કરવા બદલ ફાધર થોમસ કોટ્ટુર તથા સિસ્ટર સેફીને IPC કલમ 302 અંતર્ગત દોષિત ઠેરવવામાં આવ્યા છે.

હાલમાં જામીન પર મુક્ત બંને આરોપીને કોવિડ-19ની તપાસ કર્યા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ફાધર કોટ્ટુરને પુજાપુરા સેન્ટ્રલ જેલમાં જ્યારે સિસ્ટર સેફીને અટ્ટાકુલાંગરાની મહિલા જેલમાં લઇ જવામાં આવ્યા હતા. કોટ્ટાયમમાં આવેલ BCM કોલેજની બીજા વર્ષમાં અભ્યાસ કરતી અભયાનો મૃતદેહ 27 માર્ચ,વર્ષ 1992ના રોજ સેન્ટ પાયસ કોન્વેન્ટના કુવામાંથી મળી આવ્યો હતો.

આ કેસમાં સ્થાનિક પોલીસ તથા રાજ્ય ક્રાઇમ શાખાએ ઠેરવ્યું હતું કે, અભયાએ આત્મહત્યા કરી લીધી હતી.  ભારે ઉહાપોહ થતાં CBI ને તપાસ સોંપ્યા બાદ તેઓએ તારણ કાઢ્યું હતું કે, કોટ્ટુર તથા પુથુરાકલ્લીના સેફીની સાથે અનૈતિક શારીરિક સબંધ હતા. અભયા ત્રણેય લોકોને શારીરિક સુખ માણતાં જોઇ જતાં ત્રણેય લોકોએ ભેગા મળીને કુહાડી મારી તેની હત્યા કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *