બે તોતિંગ ટ્રક ધડાકાભેર અથડાતા કચ્ચરઘાણ, જાણો કયાની છે ઘટના

સુરેન્દ્રનગરમાં આજ રોજ વહેલી સવારનાં સમયે એક ગમખ્વાર અકસ્માત થઇ ગયો હતો. આ અકસ્માતમાં એક ડ્રાઇવરનું મૃત્યુ થયું છે. સુરેન્દ્રનગરજીલ્લાનાં લખતર તાલુકાનાં ઝમર પાસે વહેલી સવારનાં સમયે સર્જાયેલી કરૂણાંતિકામાં ડ્રાઇવરનું કેબિનમાં જ મૃત્યુ થતા જાનહાનિ સર્જાઇ છે. જોકે, અકસ્માતનાં પગલે હાઇવે પર સીરામીકનો પાવડર ઢોળાઈ જતાં ટ્રાફિક જામનાં દૃશ્યો પણ સર્જાયા હતા.

ઘટનાની વિગત એવી છે કે, સુરેન્દ્રનગર જીલ્લાનાં લખતર તાલુકાનાં ઝમરની પાસે ટ્રેલર તેમજ ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કપચી ભરેલો ડમ્પર તેમજ સીરામીક પાવડર ભરેલા ટ્રક વચ્ચે ઘડાકો બોલી ગયો હતો. અકસ્માતનાં પગલે સીરામીકનો પાવડર રસ્તામાં ઢોળાયો હતો.

આ સીરામીક પાવડર ભરેલા ટ્રકનાં ડ્રાઇવરનું કેબિનમાં જ મૃત્યુ થયું હતું. જોકે, પાવડર રસ્તા પર રેલાઈ જતા ટ્રાફિક જામ થયુ હતું. ડ્રાઇવરને કોઈ પણ પ્રકારની સારવાર મળે તે અગાઉ જ તે મૃત્યુને ભેટ્યો હતો. ડ્રાઇવરનો હાથ બહુ જ વિચ્છેદિત અવસ્થામાં હતો તેમજ તેને ખુબ જ મુશ્કેલીએ બહાર કાઢ્યો હતો.

પેટીયું રળવા માટે ડ્રાઇવિંગ કરતા ડ્રાઇવરોનું જીવન કાયમ તલવારની ધારે રહેતી હોય છે. ઘણા બનાવમાં ડ્રાઇવરનો વાંક ન હોય તો પણ સામેનાં ચાલકની બેકાળજીનાં લીધે પણ જાનહાનિ સર્જાઈ છે તેમજ લોકોનાં જીવ જતા રહેતા હોય છે તે સમયે વધારે એક અકસ્માતમાં હાઇવે પર જ ડ્રાઇવરનું જીવન હણાઈ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *