એક છોકરી એક છોકરાના પ્રેમમાં હતી. આ અંગે છોકરીના ભાઈને જાણ થઈ હતી. તેણે તેની બહેનને સમજાવી પણ વાત ન સાંભળી. આ પછી ભાઈએ તેની બહેનને અટકાવવાનું શરૂ કર્યું. બહેનને આ વાત ખરાબ લાગવા લાગી. પછી એક દિવસ છોકરીનો ભાઈ અચાનક ક્યાંક ગાયબ થઈ ગયો. અઢી મહિના સુધી કોઈને તેના વિશે કંઈ જ ખબર ન પડી. પરંતુ ત્યાર બાદ જ્યારે છોકરો મળી આવ્યો તો પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ હતી. છોકરો બીજે ક્યાંય નહિ પરંતુ તેની જ બહેનના રૂમમાંથી જ મળ્યો હતો. જમીનની ઉપર નહીં, પરંતુ જમીનની નીચે…
લોકો થઇ ગયા હેરાન…
હા, રૂમની અંદર જમીનની નીચેથી એક મૃતદેહ મળી આવ્યો હતો. ભાઈનો મૃતદેહ ખરાબ રીતે સડી ગયો હતો. પરંતુ આ કેવી રીતે થયું? જ્યારે આ મૃતદેહ અને આ મૃત્યુનું રહસ્ય ખુલ્યું ત્યારે આખા ઝારખંડના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.
રોહિત 30 જૂને ગુમ થયો હતો
આ ઘટના 24 જૂન 2022 થી શરૂ થાય છે. આ તે તારીખ છે જ્યારે 21 વર્ષીય રોહિત તેના મામાના ઘરે જવા માટે નીકળ્યો હતો. તે લગભગ એક અઠવાડિયા સુધી ત્યાં રહ્યો, પરંતુ પછી અચાનક 30 જૂન 2022 ના રોજ, તે રહસ્યમય રીતે ક્યાંક ગાયબ થઈ ગયો. 30 જૂને તેનો મોબાઈલ ફોન ફરી ચાલુ ન થાય તે રીતે સ્વીચ ઓફ થઈ ગયો હતો.
પોલીસે પણ કોઈ કાર્યવાહી ન કરી…
બીજી તરફ રોહિતની જાણ થતાં પરિવારજનોમાં ખળભળાટ મચી ગયો હતો. આ પછી સંબંધીઓએ તેના માતા-પિતાને તેમના પુત્રના અચાનક ગુમ થવા અંગે જાણ કરી હતી. જે બાદ રોહિતના પિતા નરેશ મહતોએ પહેલા પોતાના પુત્રના ગુમ થવાની ફરિયાદ પતરાતુ પોલીસમાં કરી હતી, પરંતુ પોલીસે તેને રાંચીનો મામલો ગણાવીને તેના પર વધુ ધ્યાન આપવાની જરૂર ન માની. આ પછી દિવસો, અઠવાડીયા અને પછી મહિનાઓ વીતી ગયા, પરંતુ રોહિતનો કંઈ જ પત્તો લાગ્યો ન હતો અને ન તો પોલીસે કોઈ કાર્યવાહી કરી હતી.
બહેનના અફેર વિશે પડી ખબર…
પોલીસે લાખ પ્રયત્નો કર્યા પરંતુ રોહિત વિષે કઈ પણ જાણતી ન હતી. હવે પોલીસે તેના આખા પરિવારની માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું. આ પ્રયાસમાં પોલીસને ખબર પડી કે રોહિતની મોટી બહેનનું એક મુસ્લિમ છોકરા સાથે અફેર હતું, જેનો રોહિત વિરોધ કરતો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરવાની સાથે તેના સીડીઆરની પણ તપાસ કરી. જ્યારે પોલીસે પુરાવાઓ સાથે ચંચલાને ઘેરી ત્યારે તે ભાંગી પડી અને પોતાનો ગુનો સ્વીકારી લીધો.
બોયફ્રેન્ડ સાથે મળીને ભાઈના મૃતદેહને દફનાવી દીધો
રોહિતની બહેને પોલીસને જણાવ્યું કે, તેના ભોજનમાં ઊંઘની ગોળીઓ મેળવીને તેનો જીવ લીધો. ત્યારપછી તેના બોયફ્રેન્ડ ઈઝરાયેલ અન્સારી સાથે મળીને બે દિવસ સુધી તે લાશનો નિકાલ કરવાનો પ્રયાસ કરતી રહી. પછી પોતાના સરકારી ક્વાર્ટરના એક રૂમમાં ખાડો ખોદીને તેમાં પોતાના ભાઈના મૃતદેહને દફનાવ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.