સુરતમાં જમાઈ બન્યો ‘જમ’! પહેલા સાળી પર હવસ ઉતારી સાળાને મોતને ઘાટ ઉતારી દીધો

સુરત(ગુજરાત): હાલમાં હત્યાના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન, સુરતમાંથી ફરી એક વખત પારિવારીક સભ્ય દ્વારા જ હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે. થોડા દિવસ પહેલા જ એક બાળકનું તેના સગા બનેવીએ અપહરણ કરતાં પરિવાર દ્વારા ખટોદરા પોલીસમાં ફરિયાદ આપવામાં આવી હતી. આજે આ બાળકની હત્યા કરાયેલી લાશ ડુમસ વિસ્તારમાંથી મળી આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા તપાસ કરતા લાજપોર જેલમાં બળાત્કારના ગુનામાં સંડોવાયેલા આરોપીએ જેલમાંથી છૂટ્યા બાદ સગા સાળાનું અપહરણ કરી તેની ઘાતકી હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો છે.

જાણવા મળ્યું છે કે, સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા સાઇલેન્સરમાંથી આજે 11 વર્ષના બાળકની હત્યા કરેલી લાશ મળી આવતાં સમગ્ર શહેરની પોલીસ દોડતી થઇ ગઇ હતી. માસૂમ બાળકની ઓળખ કરતા ખટોદરા વિસ્તારમાં બે દિવસ પહેલા ગુમ થયેલા બાળકની સાથે મેચ થઈ હતી. આ બાળકનું અન્ય કોઈ નહીં પણ તેના સગા બનેવીએ અપહરણ કરીને લઇ ગયા બાદ હત્યા કરી હોવાની પોલીસને આશંકા છે.

મળતી માહિતી મુજબ, મૃતક બાળકની મોટી બહેન સાથે આરોપી યુવાનના પ્રેમ લગ્ન થયા હતા. થોડા સમય પહેલાં આરોપી જમાઈએ તેની પત્નીની નાની બહેન સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેને લઇને આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કર્યા બાદ લાજપોર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.

જોકે, લાંબા સમયથી જેલમાં આરોપી તરીકે રહેલા યુવાનને તેની પત્નીએ જ જામીન પર છોડાવ્યો હતો અને થોડા દિવસ પહેલા જામીન પર છૂટીને સતત યુવતીના પરિવાર સાથે સમાધાન કરવા માટે પ્રેશર કરતો હતો. પરંતુ, સાળી સમાધાન કરવા માટે તૈયાર ના થતા આરોપી બનેવીએ પોતાના સગા સાળાનું અપહરણ કરી તેની હત્યા કરી હતી અને પરિવાર સાથે બદલો લેવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

પોલીસને હવે બાળકની લાશ મળી આવતા, પોલીસ દ્વારા આ મામલે તાત્કાલિક અસરથી અપહરણના ગુનાને, હવે હત્યાના ગુનામાં તબદીલ કરી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યો છે. પરિવાર દ્વારા સગા બનેવીએ જ સાળાની હત્યા કરવાનો આક્ષેપ કરતા સુરતના ખટોદરા અને ડુમસ વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *